<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

વીરાણી હાઇસ્‍કૂલ જમીનમાં શરતભંગ સાબીતઃ મામલતદારનો ધગધગતો રીપોર્ટ

પヘમિ મામલતદારે સીટી પ્રાંત-૧ને રીપોર્ટ મોકલી દિધોઃ હવે પ્રાંત-૧ દ્વારા શનિવાર સુધીમાં કલેકટરને રીપોર્ટ અપાશે કરોડોની જમીન અંગે તાજેતરમાં સીટી પ્રાંત-૧ દ્વારા વીરાણી હાઇસ્‍કૂલ ટ્રસ્‍ટીઓ વિરૂધ્‍ધ ચૂકાદો અપાયો હતો

રાજકોટ તા. ર૭: તાજેતરમાં રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર સમક્ષ વીરાણી હાઇસ્‍કૂલની કરોડોની જમીન અંગેનો કેસ ચાલી જતા સીટી પ્રાંત-૧ દ્વારા વિરાણી હાઇસ્‍કૂલની જમીનના મામલે ટ્રસ્‍ટીઓ વિરૂધ્‍ધ ચૂકાદો આપી આ જમીન સરકારી ગણી કોઇપણ કોમર્શીયલ કામગીરી નહિં કરી શકાય તેવો આદેશ કરતા ખળભળાટ મચી ગયો હતો.

આ ચૂકાદા બાદ કલેકટરની સૂચનાથી સીટી પ્રાંત-૧ દ્વારા વિરાણી હાઇસ્‍કૂલને અપાયેલ જમીન અંગે શરતભંગ થાય છે કે કેમ તે બાબતે પヘમિ મામલતદારને તપાસ સોંપી હતી.

આ પછી પヘમિ મામલતદાર શ્રી અજીતકુમારે વિરાણી હાઇસ્‍કૂલ જમીન મામલે તપાસ હાથ ધરી હતી, નોટીસો આપી કાર્યવાહી કરી હતી.

આ પછી પヘમિ મામલતદારે પોતાનો ધગધગતો રીપોર્ટ તૈયાર કરી વિરાણી હાઇસ્‍કૂલ જમીનમાં શરતભંગ થતું હોવાનું જણાવી બે દિ' પહેલા સીટી પ્રાંત-૧ને રીપોર્ટ    મોકલી   દેતા સન્‍નાટો પ્રસરી ગયો છે.

પヘમિ મામલતદારનો રીપોર્ટ સીટી પ્રાંત-૧ને મળી જતા હવે તેમના દ્વારા પોતાનો રીપોર્ટ તૈયાર કરી બે દિ'માં એટલે કે શનિવાર સુધીમાં કલેકટરને રીપોર્ટ કરી દેવાશે, ત્‍યારબાદ કલેકટર દ્વારા આ પ્રકરણમાં જે તે પાર્ટીઓને નોટીસો ફટકારી શરત ભંગ કેસ ચલાવાશે અને કડક પગલા લેવાશે.

(3:13 PM IST)