<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

કુચીયાદળ પાસે કારખાના પાસેથી રૂા. ૩૫ હજારના વિદેશી દારૂ સાથે રાજસ્‍થાનનો અલ્‍પેશ પકડાયો

પીસીબીના એ.એસ.આઇ. મહિપાલસિંહ ઝાલા, હેડકોન્‍સ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમીઃ દારૂની ૭૨ બોટલ કબ્‍જે

રાજકોટ તા. ૨૭: કુવાડવા નજીક કુચીયા દડ નજીક  આર.કે.ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન મેઇન રોડ પર પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૩૫, ૪૯૬ ની કિંમતના વિદેશી દારૂ સાથે રાજસ્‍થાનના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુચીયાદડ ગામ પાસે એક શખ્‍સ વિદેશી દારૂની ડીલેવરી આપવા આવ્‍યો હોવાની પીસીબીના એ.એસ.આઇ. મહિપાલસિંહ ઝાલા, હેડકોન્‍સ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણા ને બાતમી મળતા કુચીયાદડ પાસે આર. કે. ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન મેઇન રોડ પર દરોડો પાડી રૂા. ૩૫, ૪૯૬ ની કિંમતની વિદેશીદારૂની ૭૨ બોટલ સાથે અલ્‍પેશ બંસીલાલભાઇ ખરાડી (ઉ.વ. ૨૧) (રહે. કાકરા ડુંગરાગામ, ઉદયપુર,રાજસ્‍થાન) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ.એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ  એમ. જે.હુણ, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. ઝાલા કરણભાઇ મારૂ,ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગોૈસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

(3:25 PM IST)