News of Thursday, 27th February 2025
કલેકટરે કોર્પોરેશનને આપેલી ૧૬ હજાર ચો.મી. જમીન ઉપર દબાણો ખડકાઇ ગયાઃ મામલતદારનું અલ્ટીમેટમ...
પશ્ચિમિ મામલતદારે ર૪ કલાકનો સમય આપ્યોઃ ૧પ જેટલા મકાનો ઉભા થઇ ગયા... જામનગર રોડ પર સર્વે નં. ૧૧૧ પૈકીની સરકારી જમીન ઉપર ૩૦૦ ચો.મી.માં દુકાનો ઉભી થઇ ગઇઃ આવતા અઠવાડિયે ઓપરેશન

રાજકોટ તા. ર૭: છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં જુદા જુદા સ્થળે આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો ઉપર સંબંધિત મામલતદારોનાં બુલડોઝરો ધડાધડ ફરી રહ્યા છે. અને કિંમતી જમીનો ખૂલ્લી કરાવાઈ રહી છે. રાજકોટ શહેરના સ્માર્ટ સિટી નજીક રૈયાધારમાં રાજકોટ મહાનગરપાલિકાને આપેલી ૧૬,૦૦૦ ચોરસ મીટર કરોડોની જમીન ઉપર છેલ્લા કેટલાય સમયથી બિનઅધિકળત દબાણો કરવામાં આવ્યા હતા. જેમાં બે ડઝન જેટલા મકાનો પણ ખડકી દેવામાં આવ્યા હતા જેને લઇ પヘમિ મામલતદાર અરજીત જોશી દ્વારા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. અને તાત્કાલિક દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
દરમિયાન પヘમિ મામલતદારના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મામલતદાર દ્વારા નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા આગામી ૨૪ કલાકમાં મકાન ખાલી તેમજ દબાણ હટાવવા માટે સૂચના આપવામાં આવી છે. જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો વડાપ્રધાનના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.
બીજી બાજુ રાજકોટ શહેરની માધાપર ચોકડી નજીક તાલુકા મામલતદાર દ્વારા સર્વે નંબર ૧૧૧ પૈકીની ૩૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ થયાનું ધ્યાનમાં આવ્યા બાદ નોટિસો આપવામાં આવી હતી.
આમ છતાં દબાણ દૂર નહિ કરતા કેસો ચલાવાયા હતા, જેમાં ત્રણેય દુકાનદારો મામલતદાર સામે કેસ હારી જતા હવે કલમ ર૦ર હેઠળ આખરી નોટીસો આપી આવતા અઠવાડિયે આ ત્રણેય દુકાનો તોડી પાડવાની કામગીરી કરાશે તેમ તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ ‘‘અકિલા''ને જણાવ્યું હતું.
(4:19 PM IST)










