<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

દિવ્‍યાંગોને સાધન સહાયમાં રાજકોટ ગુજરાતમાં નંબર વનઃ ૧લી માર્ચે મનસુખભાઇ

માંડવીયાની હાજરીમાં ખાસ કેમ્‍પ ગોંડલ-જામકંડોરણાના ૨૪૦ દિવ્‍યાંગોને ૩૮૧ સાધનો અપાશેઃ અનીડા તથા જામકંડોરણામાં કાર્યક્રમ

રાજકોટઃ તા. ૨૭: દિવ્‍યાંગોને સહાય સાધનો આપવામાં રાજયમાં સૌથી અગ્રેસર જિલ્લો રાજકોટ છે. ત્‍યારે ૧ લી માર્ચે શનીવારના રોજ ગોંડલ અને જામકંડોરણાના ૨૩૯ થી વધુ દિવ્‍યાગોને ૪૧ લાખના ખર્ચે કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્‍તે સાધન સામગ્રી વિતરણ કાર્યક્રમનું કરવામાં આવશે તેમ કલેકટર શ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્‍યું છે.

રાજકોટ જિલ્લાના ગોંડલના ૧૧૦ લાભાર્થી તેમજ જામકંડોરણા ૧૨૯ સહિત ૨૪૦ જેટલા લાભાર્થીઓને દિવ્‍યાંગ સહાય સાધનો વિતરણ કરવામાં આવશે. જેમાં ગોંડલ તાલુકાના લાભાર્થીઓને ૧૪૫ જેટલા વિવિધ કેટેગરીના સાધનોનું વિતરણ કરવામાં આવશે  જ્‍યારે જામકંડોરણાના ૨૩૬ સાધનોનું વિતરણ કરવામાં આવશે.  ે ગોંડલ અને જામકંડોરણા બંને તાલુકાના ૪૧ લાખના ખર્ચે સાધન સામગ્રી વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, જામકંડોરણાના ધારાસભ્‍ય જયેશ રાદડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા કલેક્‍ટર પ્રભાવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ તેમજ દિગ્‍ગજ નેતાઓના હસ્‍તે સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં કેન્‍દ્રસરકારની સંસ્‍થા સેલીમ્‍કો તથા પીજીવીસીએલ દ્વારા ખાસ સહયોગ પ્રાપ્‍ત થયો છે.

(4:18 PM IST)