<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

કલેકટર દ્વારા ધો. ૧૦-૧રના બોર્ડના છાત્રોને પુષ્‍પો સાથે શુભકામના

 

રાજકોટઃ રાજયભરમાં આજથી ધોરણ ૧૦-૧રની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ છે, ત્‍યારે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ આજે સવારે પરીક્ષા પૂર્વે છાત્રોને પુષ્‍પ આપીને શુભકામનાઓ પાઠવીને તેમને પ્રોત્‍સાહિત કર્યા હતા. ટાગોર રોડ પર આવેલી શામજી વેલજી વિરાણી હાઇસ્‍કૂલ ખાતે કલેકટરશ્રીએ પ્રવેશ દ્વાર પર ઉભા રહીને બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્‍પો આપવા સાથે તેમને આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ તકે શાળાના આચાર્યશ્રી હરેન્‍દ્રસિંહ ડોડીયા તથા મદદનીશ આચાર્ય શ્રી સી. ડી. માલાણી પણ સાથે જોડાયા હતા.

(4:14 PM IST)