News of Thursday, 27th February 2025
બોર્ડના વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટઃ આજ તા.૨૭ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ ખાતે ઉપસ્થિત રહી અભિનંદન અને શુભેચ્છા પાઠવતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા આજ તા.૨૭/૦૨/૨૦૨૫ના રોજ શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ ખાતે ઉપસ્થિત રહી વિધાર્થીઓને મો મીઠા કરાવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ છે.આ મુલાકાતમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, માધ્યમિક અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલના શિક્ષકો નિતીનભાઈ ભૂત, વી.એ.પૂંજાણી, વી.વી.ઓરડીયા, નીતાબેન વિરડા, અમિતાબેન પટેલ, નિષ્ઠાબેન સોલંકી, વિમલભાઈ ભટ્ટ, પૂનમબેન પરમાર, પિયુષભાઈ ભટ્ટ, કે.જે.મહેતા ઉપસ્થિત રહયા હતા.
(3:34 PM IST)










