<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

જિલ્લા પંચાયતના બજેટની તૈયારીઃ ૧૦મીએ કારોબારી, ૧૭મીએ સામાન્‍ય સભા મળશે

નવા ડી.ડી.ઓ.ના કાર્યકાળમાં પ્રથમ બોર્ડ બેઠક

રાજકોટ તા.૨૭: જિલ્લા પંચાયતમાં નગરપાલિકાઓની ચુંટણીની આચારસંહિતા પૂર્ણ થતા પદાધિકારીઓની કક્ષાએ બેઠકોનો દોર શરૂ થયો છે. માર્ચના પ્રથમ અઠવાડિયામાં સમિતિઓની બેઠક મળશે. તા.૧૦ માર્ચે કારોબારી બેઠક મળનાર છે. તા.૧૭મીએ સામાન્‍ય સભા યોજવાનું નકકી થયું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં સામાન્‍ય સભા મળશે. ડી.ડી.ઓ. તરીકે અનંદુ સુરેશ ગોવિંદએ ચાર્જ સંભાળ્‍યા બાદ પ્રથમ વખત કારોબારી બેઠક અને સામાન્‍ય સભા આવી રહી છે. આ વખતે બજેટ અને પ્રશ્નોતરી સાથેની સામાન્‍ય સભા યોજાશે.

સામાન્‍ય સભા માટે પ્રમુખ તરફથી એક-બે દિવસમાં જ ડી.ડી.ઓ.ને નોંધ મોકલાઇ જશે. છેલ્લી ઘડીના કોઇ ફેરફાર ન થાય તો સોમવાર સુધીમાં તા.૧૭મીની સામાન્‍ય સભાનો એજન્‍ડા પ્રસિધ્‍ધ થઇ જશે.વર્તમાન ચુંટાયેલી પાંખની મુદત આવતા ફેબ્રુઆરીમાં પૂર્ણ થઇ રહી છે. તેથી આ વખતનું બજેટ વર્તમાન શાસકો માટે કાર્યકાળનું છેલ્લુ બજેટ બની રહે તેવા સંજોગો છે. બજેટમાં આકર્ષક યોજનાઓ ઉમેરવા શાસકો વિચારણા કરી રહયા છે.

(4:18 PM IST)