<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

કેમીસ્‍ટ એસો. રાજકોટની ચૂંટણી જાહેરઃ ૧ર માર્ચે મતદાનઃ ૪૦ સભ્‍યો ચૂંટાશે

વર્ષ ર૦રપ થી ર૦ર૮ ની નવી ટર્મ માટે ર૮ ફેબ્રુઆરી, શુક્રવાર સાંજે પ વાગ્‍યા સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. :રીટેલર્સ-હોલસેલર્સ મળીને કુલ ૧રપ૦ મતદારોઃ દરેક મતદારે ૪૦ મત આપવા ફરજીયાત

રાજકોટ તા. ર૭: કેમીસ્‍ટ એસોસીએશન, રાજકોટની વર્ષ ર૦રપ થી ર૦ર૮ સુધીની નવી ટર્મ માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે ૧ર માર્ચ, ર૦રપના રોજ ચૂંટણી યોજવામાં આવનાર હોવાનું મુખ્‍ય ચૂંટણી કમિશનરશ્રી સંજયભાઇ ઉનડકટે અકિલાને જણાવ્‍યું હતું. આવતીકાલ ર૮ ફેબ્રુઆરી ર૦રપ સાંજે પાંચ વાગ્‍યા સુધીમાં ઉમેદવારી પત્રકો ભરીને રજુ કરવાનું કહેવામાં આવ્‍યું છે. ભરેલ ઉમેદવારી ફોર્મ ર૮ ફેબ્રુઆરી ર૦રપના રોજ સાંજે ૬ વાગ્‍યાથી ચકાસવામાં આવશે ભરેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ પ માર્ચ ર૦રપ (બુધવાર) રાખવામાં આવી છે.

કેમીસ્‍ટ એસોસીએશન, રાજકોટની ચૂંટણી માટે રીટેલર્સ-હોલસેલર્સ મળીને કુલ ૧રપ૦ મતદારો નોંધાયેલ છે. જેમાં દરેક મતદારે ૪૦ કારોબારી સભ્‍યો ચૂંટવા માટે ૪૦ મત આપવા ફરજીયાત છે. ૪૦ સભ્‍યોની કારોબારીમાંથી સૌથી વધુ મતો મેળવનાર પ્રથમ ર૦ હોલસેલર્સ તથા ર૦ રીટેલર્સને ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે તેવું મુખ્‍ય ચૂંટણી કમિશનર શ્રી સંજયભાઇ ઉનડકટ તથા આસીસ્‍ટન્‍ટ ચૂંટણી કમિશનરો શ્રી હિતેષભાઇ પટેલ અને શ્રી રાજેશભાઇ મણીયારની યાદીમાં જણાવાયું છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની કાર્યવાહીનું સ્‍થળઃ ચૂંટણી કમિટી, કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટ ઓફીસ, ૮૦૭, આલાપ-એ બિલ્‍ડીંગ, લીમડા ચોક, રાજકોટ રાખવામાં આવેલ છે.(૭.૩૩)

(4:09 PM IST)