<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનો બીજો દિવસઃ ધો.૧૦માં ગણિત ધો.૧૨માં રસાયણ વિજ્ઞાન - વાણિજ્‍ય વ્‍યવસ્‍થામાં પ્રશ્‍નપત્ર

રાજકોટ, તા.૧: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનો આજે બીજો દિવસ છે. આજે ધો.૧૦માં ગણિત અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પ્રશ્‍નપત્ર છે તો ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં વાણિજ્‍ય વ્‍યવસ્‍થાનું પ્રશ્‍નપત્ર છે.

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષા ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ પ્રશ્‍નપત્ર સહેલુ નિકળ્‍યું હતું. આજે ધો.૧૦માં ગણિતનું રોકડીયા ગુણનું પ્રશ્‍નપત્ર છે. સવારથી જ શિક્ષણ બોર્ડ અને શિક્ષીણાધિકારીની ચેકીંગ ટુકડી વિવિધ પરિક્ષા કેન્‍દ્રોની મુલાકાત લઈ રહી છે.

ધો.૧૦-૧૨ની પરિક્ષાનો માહોલ પૂરબહારમાં ખીલ્‍યો છે. સવારે રાજમાર્ગો તેમજ પરિક્ષા કેન્‍દ્રો આસપાસ વાલીઓ તેમના સંતાનોને પરિક્ષા કેન્‍દ્ર ઉપર મૂકવા આવ્‍યા ત્‍યારે ભારે ભીડ જોવા મળી હતી.

(11:39 AM IST)