<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાજકોટ જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને ૨૭ માર્ચે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા.૧:  ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના આદેશ મુજબ લોકોએ ફરિયાદ કરવા માટે ઉચ્‍ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે, તે હેતુસર જિલ્લાકક્ષાએ ‘‘ફરિયાદ નિવારણ દિવસ''નું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત તા. ૨૭ માર્ચ, ૨૦૨૫ના રોજ યોજાનારા સ્‍વાગત કાર્યક્રમ માટે જિલ્લાકક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા. ૦૧થી તા. ૧૦ માર્ચ, ૨૦૨૫ સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લાકક્ષાની કચેરીના જે-તે વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે. અરજીમાં મથાળે ‘‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે. (૩૮.૧૦)

(3:23 PM IST)