તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
દેવપરા પાસે કૌશલ ડાભી ચોરાઉ એકસેસ સાથે પકડાયો
ક્રાઇમ બ્રાંચના એ.એસે.આઇ.સી.એમ. ચાવડા, હેડકોન્સ કનકસિંહ સોલંકી અને ઉમેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ,તા.૧: શહેરના દેવપરા પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજ દેવપરા નજીક એક શખ્સ ચોરાઉ એકસેસ લઇને ઉભો હોવાની ક્રાઇમબ્રાંચના એ.એસે.આઇ.સી.એમ.ચાવડા, હેડ કોન્સ. કનકસિંહ સોલંકી, ઉમેશભાઇ ચાવડાને બાતમી મળતા દેવપરા નજીક કાવેરી એપાર્ટમેન્ટની બાજુમાંથી કૌશલ સંજયભાઇ ડાભી (ઉ.વ.૨૧) (રહે. હાથીખાના શેરી નં.૧૨) ને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો હતો. આ કામગીરીપી.આઇ.એમ.આર.ગોંડલીયા, એમ.એસ.ડામોરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.સી.એમ.ચાવડા, ચેતનસિંહ ગોહિલ, હેઙકોન્સ. કનકસિંહ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ગિરિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.(૪૦.૧૬)
(3:23 PM IST)










