તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
બિગ બાઝાર પાછળ ચંદ્રેશ પાર્કમાં રહેતાં સંતોષ ભેળવાળા વિમલ ટાંકનો ઝેરી દવા પી આપઘાત
આર્થિક સંકડામણ અને કલેશ કારણભુત હોવાની શક્યતાઃ ૩૦ વર્ષિય યુવાન બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ માસુમ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ ચંદ્રેશ પાર્કમાં રહેતાં સંતોષ ભેળના નામે વેપાર કરતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બિગ બાઝાર નજીક જ સંતોષ ભેળ નામે આ યુવાન દૂકાન ચલાવતો હતો. આર્થિક ભીંસ અને કલેશને કારણે પગલુ ભર્યાની શક્યતા જણાવાઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ચંદ્રેશ પાર્કમાં રહેતાં વિમલભાઇ છગનભાઇ ટાંક (ઉ.વ.૩૦) નામના યુવાને ગત ૨૭મીએ સવારે છએક વાગ્યે રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીક તુલસીબાગ પાસે ગોપાલ ચોકમાં ઝેરી દવા પી લઇ ફુવાને ફોન કર્યો હતો. તેમજ પોતે જ ૧૦૮ને ફોન કરતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બાદમાં તેના સગા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગત સાંજે વિમલભાઇનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ વિમલભાઇના પિતા હયાત નથી. તેને સંતાનમાં એક દિકરી છે. પોતે માતા વાસંતીબેન અને પત્નિ સ્વાતિ સાથે રહેતો હતો. તેને દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર નજીક સંતોષ ભેળ નામે દુકાન હતી. આર્થિક સંકડામણ અને કલેશને કારણે પગલુ ભર્યાની શક્યતા સગાએ જણાવી હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. મુકેશભાઇ ચરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:32 PM IST)










