<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

વિજ્ઞાન મેળાનો પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે પ્રારંભઃ વિજ્ઞાન રેલી નીકળી

વિજ્ઞાન જાથા અને ન્‍યુ પરિમલ સ્‍કૂલ આયોજીત વિજ્ઞાન મેળામાં ૧૦૦થી વધુ કૃતિઓ રજુઃ રેલીમાં અંધશ્રધ્‍ધા દુર કરોના સુત્રો

રાજકોટઃ વિજ્ઞાન જાથા અને ન્‍યુ પરિમલ સ્‍કૂલ ઉપક્રમે વિજ્ઞાન રેલી વિજ્ઞાન મેળો પ્રદર્શન સાંસદ પુરષોત્તમભાઈ રૂપાલાના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. મેયર  નયનાબેન પેઢડીયા,  જીલ્લા પંચાયત પ્રમુખ   પ્રવિણાબેન રંગાણી, રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના દંડક મનિષભાઈ રાડિયા,શિક્ષણકાર ચંદ્રકાંતભાઇ મંડિર,ભા.જ.પ.ના આગેવાન મનિષભાઈ ભટ્ટે મુલાકાત લીધી હતી.

  રાજકોટ વિજ્ઞાન જાથા ન્‍યુ પરિમલ સ્‍કૂલ ઉપક્રમે વિજ્ઞાન મેળો અને વિજ્ઞાન રેલી સફળતાથી સંપન્‍ન થઈ હતી.છાત્ર છાત્રાઓ એ ૧૦૦થી વધુ વિજ્ઞાન કળતિઓ રજુ કરી વાલી અને જીજ્ઞાસુઓ નેં પ્રભાવિત કર્યા હતા.

વિજ્ઞાન રેલી માં અંધશ્રદ્ધા દુર કરવાના સુત્રોથી લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. સ્‍કુલના સંચાલક બ્રિજેશભાઈ મંડિર, અલ્‍પાબેન મંડિર, અને સમગ્ર શૈક્ષણિક સ્‍ટાફ જોડાયો હતો.વિજ્ઞાન રેલીને અને કાર્યક્રમને સફળ બનાવા જાથા ચેરમેન જયંત પંડ્‍યાના વડપણ હેઠળ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, રમેશ પરમાર, પ્રકાશ ગોહિલ કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

(2:35 PM IST)