તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા મેયર-કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ

રાજકોટઃ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવા ઉમદા આશય સાથે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાગબગીચા સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર જયાબેન ડાંગર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ છે.
(2:35 PM IST)










