<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

હિતાંશી યાજ્ઞિક દ્વારા પડકારરૂપ સંશોધનઃ પીએચ.ડી.ની ડીગ્રી એનાયત

રાજકોટ તા.૧: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનનાં પી એચ. ડી. સ્‍કોલર હિતાંષી યાજ્ઞિક, દ્વારા એન્‍થ્રોપોમોર્ફિઝમ વિશે એક અનન્‍ય અને અનોખું સંશોધન હાથ ધરવામાં આવ્‍યું છે.  તેમના આ મર્હીાનિબંધની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્રારા પીએચ. ડી.ની પદવી માટે માન્‍ય રાખવામાં આવ્‍યો છે. તેના સંશોધનનું શીર્ષક  ‘એન્‍થ્રોપોમોરફીઝમ ઈન લીટરેચર એન્‍ડ મીડિયાઃ અ ક્રીટીકલ સ્‍ટડી' છે  અને આ સંશોધન નિર્જીવ વસ્‍તુઓ અથવા ૉણીઓને માનવ જેવા લક્ષણો કેવી રીતે આપવામાં આવે છે અને તેની શું અસરો છે, આ સંશોધનમાં સાહિત્‍ય, મનોવિજ્ઞાન, ધર્મશાષા, મીડિયા અને કળત્રિમ બુદ્ધિમત્તા  જેવા વિષયોને ધ્‍યાનમાં રાખીને કેવી રીતે આ સંશોધન એક સેતુ બને એવા પ્રયત્‍નો કર્યા છે. જે માનવ ધારણા, સમજશક્‍તિ અને વાર્તા કહેણી પર તેની ઊંડી અસર પર પ્રકાશ પાડે છે. તેમણે આ સંશોધન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનનાં સિનિયર પ્રૉેફેસર ડો. જયદીપસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ છે.આ પ્રકારનું આવા પડકારરૂપ વિષય પર સંશોધન બદલ તેઓને ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:26 PM IST)