<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

કાર ભાડે લઇ બારોબાર વેચી નાખવા અંગે આરોપી જામીન પર

રાજકોટ,તા.૧: રાજકોટ તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ રાજકોટ ડીસ્‍ટ્રીકટ કોર્ટ દ્વારા રાજકોટ તાલુકા પોસ્‍ટે. માં સેલ્‍ફ ડ્રાઈવના નામે અનેક મોંઘી લક્‍ઝરી કાર ભાડે લઈને બારોબાર વેચાણ આપવા બાબત છેતરપીંડી તેમજ વિશ્વાશઘાતના ગંભીર ગુન્‍હા કામે થયેલ એફ.આઈ.આર સામે આરોપી કાનજી કોટડીયા દ્વારા ચાર્જશીટ બાદ રેગ્‍યુલર જામીન અરજી કરતા સદરહુ જામીન અરજ મંજુર કરેલ છે.

આ કેસની હકીકત એવી છેકે, રાજકોટ ખાતે ફરીયાદી તથા અન્‍ય સાહેદો દ્વારા રાજકોટ તાલુકા પોસ્‍ટે ખાતે આરોપી કાનજી કોટડીયા સામે લકઝરી કાર ભાડેથી લઈ ને થોડા સમય ભાડુ આપી અને ત્‍યાર બાદ ભાડુ ચુકવેલ નહોય તેમજ આ તમામ મોંઘી કાર અન્‍ય ઈસમો ને બારોબાર વેચાણ કરવા બાબતની ફરીયાદ આઈ.પી.સી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ થી નોંધાવેલ હતી જે કામે પોલીસ દ્વારા આરોપીઓ સામે ચાર્જશીટ નામદાર ટ્રાયલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ હતુ. આ ફરીયાદ કામે આરોપી કાનજી કોટડીયા દ્વારા  ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ રાજકોટ સમક્ષ આફટર ચાર્જશીટ રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરતા આરોપી તર્ફે એડવોકેટ રક્ષિત પી. રૈયાણી નાઓ એ  દલીલો તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અંગે પ્રસ્‍થાપીત સિધ્‍ધાંત રજુ રાખી તેમજ હાઈકોર્ટના ચુકાદા રજુ કરતા  ડીસ્‍ટ્રીકટ કોર્ટ દ્વારા આરોપી ના રેગ્‍યુલર જામીન મંજુર કરતો હુકમ કરેલ છે.

આ કામે આરોપી કાનજીભાઈ કોટડીયા તર્ફે વકીલ શ્રી રક્ષિત પી. રૈયાણી એન્‍ડ એસોસીએટ ના એડવોકેટ રક્ષિત રૈયાણી, વિજય જોશી તથા એસોસીએટ ઉત્‍સવ દોમડીયા,ધ્‍યેય વાછાણી વિગેરે રોકાયેલ છે.

 

(2:41 PM IST)