<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

ઉદ્યોગનગરમાં ઘર નજીક મંદિર પાસે હૃદય બેસી જતાં અમિતભાઇનું મોત

આડત્રીસ વર્ષિય યુવાન દવા લઇને ઘર નજીક પહોંચ્‍યા ત્‍યારે ઢળી પડયાઃ ચાર બહેનના એક જ ભાઇ હતાં: પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧: હાર્ટએટેકથી મૃત્‍યુના વધુ એક બનાવમાં ગોડલ રોડ ઉદ્યોગનગર ક્‍વાર્ટર નં. ૧૧૯માં રહેતાં અમિતભાઇ નટુભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામના યુવાનનું ઘર પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે બેભાન થઇ ઢળી પડયા બાદ મોત થયું હતું.

અમિતભાઇ સવારે ઘર નજીક મંદિર પાસે હતો ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડાયેલ પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. અમિતભાઇની સવારે તબિયત ખરાબ હોઇ દવા લઇને ઘરે પરત આવતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. તે ચાર બહેનના એકના એક ભાઇ હતાં અને પ્‍લાયવૂડ સીટ વાહનમાં ચડાવવા, ઉતારવાની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(3:16 PM IST)