તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ધો.૧૦માં બેઝીક ગણિતનું પ્રશ્નપત્ર પાઠયપુસ્તક આધારીત સહેલું નીકળતા પરિક્ષાર્થીઓ રાજીના રેડ
રોકડીયા ગુણના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓએ ખૂબ વિશ્વાસપૂર્વક ઉત્તર આલેખ્યા

રાજકોટ, તા.૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષા શાંતિપૂર્ણ ચાલી રહી છે. ધો.૧૦માં આજે પરિક્ષાના બીજા દિવસે ધો.૧૦માં બેઝીક ગણિતનું પ્રશ્નપત્ર હતું. જે પાઠય પુસ્તક આધારીત સરળ નીકળતા પરિક્ષાર્થીઓ રાજીના રેડ થઈ ગયા હતા.
ધો.૧૦માં આજે બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર હાથમાં આવતા જ મોટાભાગના પરિક્ષાર્થીઓ ઉત્તર આલેખવા લાગ્યા હતા. પરિક્ષાના સમય દરમ્યાન ખૂબ શાંતિપૂર્વક વિશ્વાસથી વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબો લખતા હતા. પરિક્ષા કેન્દ્ર બહાર નીકળતા પરિક્ષાર્થીઓ ખૂબ આનંદીત જણાતા હતા.
જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સનું પ્રશ્નપત્ર મધ્યમ રહયાનું જાણવા મળે છે.
આજે ધો.૧૦માં ગણિત અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે તો ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું પ્રશ્નપત્ર છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષા ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ પ્રશ્નપત્ર સહેલુ નિકળ્યું હતું. આજે ધો.૧૦માં ગણિતનું રોકડીયા ગુણનું પ્રશ્નપત્ર છે. સવારથી જ શિક્ષણ બોર્ડ અને શિક્ષીણાધિકારીની ચેકીંગ ટુકડી વિવિધ પરિક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ રહી છે.
ધો.૧૦-૧૨ની પરિક્ષાનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે. સવારે રાજમાર્ગો તેમજ પરિક્ષા કેન્દ્રો આસપાસ વાલીઓ તેમના સંતાનોને પરિક્ષા કેન્દ્ર ઉપર મૂકવા આવ્યા ત્યારે ભારે ભીડ જોવા મળી હતી.
(3:16 PM IST)










