<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાજકોટ પબ્‍લિક સ્‍કૂલમાં યોજાયો વિજ્ઞાન મેળોઃ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી આધુનિક કૃતિઓ

રાજકોટ, તા. ૧: અંબિકા ટાઉનશિપ, જીવરાજપાર્કમાં આવેલ રાજકોટની નામાંકિત ‘રાજકોટ પબ્‍લિક સ્‍કૂલ'માં  વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક જ્ઞાન તેમજ સર્જનાત્‍મક વિચારો ખીલે તે માટે Little Scientists StemEXPO નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

StemEXPOમાંનાના ભૂલકાઓથીલઈને ધોરણ-૮ સુધીના તમામ બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.જેમાં બાળકો દ્વારા માનવ જીવન અને એડવાન્‍સ વિજ્ઞાનને લગતા વર્કિગ મોડેલ ઓફ કિડની, બ્‍લાઇન્‍ડ સ્‍ટીક, અલગ અદભૂત અને આધુનિક કૃતિઓને સંશોધનાત્‍મક વિચારો સાથે રજુ કરવામાં આવેલ હતી. આ  StemEXPOમાં  વિશાળ સંખ્‍યામાં વાલીઓ અને મુલાકાતીઓએ હાજર રહીને રાજકોટ પબ્‍લિક સ્‍કૂલના Little Scientistsને અભિનંદન આપ્‍યા સ્‍કૂલના બાળકો અને શિક્ષકોની મહેનતથી આ StemEXPO  ખૂબ  સફળ બની રહ્યો હતો.  આ StemEXPOમાં સ્‍કૂલની મેનેજમેન્‍ટ ટીમના જીતેશભાઇ ઉકાણી, લખનભાઇ પટેલ, અને આનંદભાઇ ડઢાણીયાએ ઉપસ્‍થિતિ રહીને બાળકો સાથે પ્રત્‍યક્ષ વાર્તાલાપ કરી પ્રોત્‍સાહિત કર્યા હતા. તેમજ આ તકે મેનેજમેન્‍ટ ટીમના અન્‍ય સભ્‍યો ભરતભાઇ ડઢાણીયા, અમિતભાઇ ત્રાંબડિયા, સમીરભાઇ કાલરિયા, હસમુખભાઇ ઉકાણી, વિજયભાઇ ડઢાણિયા અને પરેશભાઇ ગોહેલે પણ સ્‍કૂલના  Little Scientistsને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્‍યા હતા.

 

(3:27 PM IST)