તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
મનપા તંત્ર લાલઘુમઃ ગોકુલધામ આવાસના પ૭૬ કવાર્ટરો ભયગ્રસ્તઃ નોટીસ
ચોમાસા પહેલા રિપેરીંગ કરવા તાકીદઃ નળ કનેકશન સહિતની કડક કાર્યવાહીની ચીમકી

રાજકોટ, તા., ર૮: શહેરના ગુરૂપ્રસાદ વિસ્તારમાં આવેલ ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં ભયગ્રસ્ત કુલ-૫૭૬ આવાસોને આગામી ચોમાસાની ઋતુ પહેલા સુરક્ષિત સ્થિતિમાં કરવા અંગે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નોટીસ આપવામાં આવી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.-૧૨માં પંચશીલ ૮૦ ફુટ રોડની સામે, ગોકુલધામ આવાસ કવાટરમાં ભયજનક કુલ-૫૭૬ આવાસોને ભયગ્રસ્ત બાંધકામને આગામી ચોમાસાની ઋતુ પહેલા સુરક્ષિત સ્થિતિમાં કરવા અંગે અગાઉ સને-૨૦૨૪માં નોટીસ પાઠવવામાં આવેલ છે. પરંતુ આજ-દિન સુધી જે આવાસોના રીપેરીંગ થયેલ નથી તથા આ આવાસોનાં રહેવાસીનાં જાન-માલને જોખમ રહેલ હોય, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી વખત તા.૨૭-૦૨તથા તા.૨૮-૦૨નાં રોજ કુલ-૫૭૬ આવાસોને નોટીસ આપી તાકિદ કરવામાં આવેલ છે. જો રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં નહિં આવે તો આ ભયગ્રસ્ત આવાસોના નળ કનેકશન કપાત કરવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.
(3:41 PM IST)










