<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્‍પાદકોને લાભઃ ખરીદભાવમાં રૂા.૧૦ વધ્‍યા

રાજકોટ તા.૧: દૂધ સંઘનાં અધ્‍યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્‍યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્‍પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્‍યાનમાં રાખીને દૂધ ઉત્‍પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા. ૧૦/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૭૮૦/- કરવા નિર્ણય નક્કી કરેલ છે.

અત્‍યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૭૭૦/- ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૫ થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા. ૭૮૦/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્‍પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૭૭૫/- ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્‍પાદકોને આર્થિક ફાયદો થશે. તેમ ગોરધનભાઈ ધામેલીયા જણાવે છે.(૩૮.૧૬)

(3:50 PM IST)