<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ફેબ્રુઆરીમાં જમીન-મકાન-ફલેટની ખરીદી-વેચાણમાં તેજી જોવા મળીઃ ૧ર હજાર દસ્‍તાવેજોઃ ૭પાા કરોડની આવક

 

રાજકોટ તા. ૩ :.. ગયા ફેબ્રુઆરી ર૦રપ રાજકોટ શહેર-જીલ્લામાં જમીન, મકાન, ફલેટ, પ્‍લોટની ખરીદી, વેચાણમાં તેજી જોવા મળી હતી, નવી જંત્રી અમલમાં આવે તે પહેલા રાજકોટ શહેર-જીલ્લાના કુલ ૧૮ ઝોનમાં ૧ર૧૯૧ દસ્‍તાવેજો નોંધાયા હતા, જેમાં વપરાશમાં લેવાયેલ ફી અને ઉપયોગ કરાયેલ સ્‍ટેમ્‍પ ડયુટી સહિત સરકારને કુલ ૭પ કરોડ પ૭ લાખથી વધુની આવક થઇ હતી.

સૌથી વધુ દસ્‍તાવેજ રાજકોટ-ર મોરબી રોડ પર ૧૪૧૯ તો સૌથી ઓછા દસ્‍તાવેજ વિંછીયા ક્ષેત્રમાં ૮૬ નોંધાયા હતાં.

અન્‍ય ઝોનની વિગતો જોઇએ તો રાજકોટ-૩-૧૦૦૭, રાજકોટ-૪, રૈયા-૧૦૬૦, રાજકોટ-પ-મવા-૬પ૦, ગોંડલ ૧૦૬ર, પડધરી-૧૯૯, જામકંડોરણા-૯૯, ઉપલેટા-૪રર, રાજકોટ-૬-મવડી ૧૩૧૦, જસદણ-૪પ૦, લોધીકા-૬૯૯, રાજકોટ-૮ રૂરલ-૬૧૭, ધોરાજી -૩૪ર, કોટડાસાંગાણી ૪૬૩, રાજકોટ-૭, કોઠારીયા-૮૪૪, રાજકોટ-૧-૮૦૦ તથા જેતપુર-ઝોનમાં ૬૬ર દસ્‍તાવેજો નોંધાયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(11:31 AM IST)