<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહઃ તડામાર તૈયારીઓ

પૂ. જીગ્નેશદાદાની દિવ્‍યવાણીઃ પોથીજીની નોંધણી પૂરજોશમાં : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે ૧૦૮ પોથીજીના દર્શનનો અલૌકીક લ્‍હાવો લાખો ભાવિકોને પ્રાપ્ત થશેઃ સમગ્ર સૌરાષ્‍ટ્ર કૃષ્‍ણમય બની જશેઃ પોથીજી તથા શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છેઃ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ સતત દોડી રહ્યા છે

રાજકોટ, તા. ૩: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘ રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા પિતૃઓના આત્‍માની શાંતિ અર્થે સવંત ૨૦૮૧ ચૈત્ર સુદ ૧ ને રવિવાર, ચૈત્રી નવરાત્રી તા. ૩૦-૩-૨૫ થી ચૈત્ર સુદ ૮ ને શનિવાર, તા. ૫-૪-૨૦૨૫ ના પાવન દિવસો દરમ્‍યાન ધર્મમય-પવિત્ર વાતાવરણમાં ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનું ભવ્‍ય-જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્‍તાહમાં દેશ-વિદેશથી ભાવિકો, આવનાર છે. ભાગવત  સપ્‍તાહ માટે પોથીજીની નોંધણી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહમાં સમગ્ર વિશ્વમાં અપાર લોકચાહના ધરાવનાર સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને  બિરાજમાન થશે. લાખો ભાવિકો પવિત્ર ૧૦૮ પોથીજીના દર્શનનો અલોૈકિક લ્‍હાવો લેશે અને સર્વત્ર ‘રાધે રાધે' નો નાદ ગૂંજશે. સમગ્ર સોૈરાષ્‍ટ્ર કૃષ્‍ણમય બની જશે. કથાનો સમય બપોરે ૩ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે. દરરોજ કથાની પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી છે.

ભાગવત સપ્‍તાહને દરરોજ ‘અકિલા' લાઇવના માધ્‍યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી-નિહાળી શકે તે માટે પણ ફુલપ્રુફ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે.

સમગ્ર ભાગવત સપ્‍તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ -સહકાર- હૂંક મળી રહયા છે.

શ્રી મદ્‌ ભાગવત સપ્‍તાહમાં ૧૦૮ પોથીજીના પવિત્ર દર્શનનો લાભ દરરોજ હજ્‍જારો ભાવિકોને પ્રાપ્‍ત થશે. પોથીજીની નોંધણી તથા શ્રીમદ ભાગવત સપ્‍તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે સવારે ૧૦ વાગ્‍યા થી સાંજે ૭ વાગ્‍યા દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.

શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહના ભવ્‍ય-દિવ્‍ય-અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી હિરેનભાઇ ખખ્‍ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠકકર , મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્‍પાબેન બરછા, શ્રીમતી અલ્‍કાબેન પુજારા, શ્રીમતી નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતી ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્‍ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.  (૩.૩)

 

 

 

 

ભાગવત સપ્‍તાહના કાર્યાલયનો કાલથી દબદબાભેર પ્રારંભઃ ઉમટી પડવા આમંત્રણ

 એલ.આઇ.સી ઓફીસ સામે ટાગોર રોડ ઉપર

રાજકોટ, તા. ૩: રાજકોટ લોહાણા મહાજન આયોજીત પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને યોજાનાર ૧૦૮ શ્રીમદ્‌ ભાવગત સપ્‍તાહના કાર્યાલયનો આવતીકાલ તા. ૪ માર્ચ, ૨૦૨૫, મંગળવારના રોજ રાત્રે નવ વાગ્‍યે ડો. નિતિનભાઇ લાલનું પ્રિમાઇસીસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજથી એસ્‍ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી. ઓફીસ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે દબદબાભેર પ્રારંભ થઇ રહયો છે. કાર્યાલયના પ્રારંભ દરમ્‍યાન વિવિધ સંસ્‍થાઓના હોદેદારો અગ્રણીઓ, રઘુવંશીઓ મોટી સંસ્‍થામાં હાજર રહેશે. શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહના કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે રાજકોટ-સોૈરાષ્‍ટ્રના તમામ રઘુવંશીઓને મોટી સંખ્‍યામાં ઉમટી પડવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે.  (૩.૩)

 

(12:11 PM IST)