<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ચોરીઓના ગુનાઓમાં સામેલ પુનિતનગરના જયદિપ મોરીને પાસા તળે જેલમાં ધકેલાયો

ભક્‍તિનગર પીઆઇ એમ. એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૩: ચોરીઓના ગુનામાં સામેલ શખ્‍સને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો છે. ગોંડલ રોડ પુનિતનગર વૃંદાવન સોસાયટી-૬માં મહકાળી કરિયાણા નામની દુકાન પાસે રહેતાં જયદિપ કિશોરભાઇ મોરી (ઉ.વ.૨૬)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી હતી.

જયદિપ અગાઉ પ્ર.નગર, ભક્‍તિનગર, તાલુકા પોલીસ, આજીડેમ પોલીસમાં ચોરીના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો હતો. તેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીબી બી. વી. જાધવની રાહબરીમાં ભક્‍તિનગર પોલીસે તૈયાર કરી હતી. જે મંજુર થતાં વડોદરા જેલહવાલે કરાયો છે. પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇ ગઢવી, હિતેન્‍દ્રસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(2:54 PM IST)