<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

કાલે સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભ

પદવીદાન સમારંભમાં ૧૪ વિદ્યાશાખાના ૪૨૬૭૭ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશેઃ કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયા તથા ડાયરેકટર નિલેષભાઇ દેસાઇ ઉપસ્‍થિત રહી આશિર્વચન પાઠવશે

રાજકોટ તા.૩: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ૫૯ મો પદવીદાન સમારંભ આગામી તા. ૦૪/૦૩/૨૦૨૪ ને મંગળવારના બપોરે ૦૩:૩૦ કલાકે રાજયપાલશ્રી અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્‍યક્ષસ્‍થાને, ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભભાઈ પાનશેરીયા તથા ISRO-SAC, અમદાવાદના ડાયરેક્‍ટર નીલેષભાઈ દેસાઈની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૨૬૭૭ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧૨૬ ગોલ્‍ડમેડલ તથા ૨૨૧ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્‍પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૫૯ મા પદવીદાન સમારોહમાં કુલ ૧૩ વિદ્યાશાખાના ૧૧૧ વિદ્યાર્થીઓને કુલ ૧૨૬ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાશ્રીઓ તરફથી કુલ પર ગોલ્‍ડમેડલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૭૪ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાશ્રીઓ તરફથી કુલ ૧૦૮ પ્રાઈઝ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૧૧૩ પ્રાઈઝ મળીને ૨૨૧ પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં ગોલ્‍ડમેડલ મેળવનાર કુલ ૧૨૬ દિક્ષાર્થીઓમાં ૩૯ વિધાર્થીઓ તથા ૮૭વિદ્યાર્થીનીઓ મળીને કુલ ૧૨૬ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે.

પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિશ્રી પ્રોફે. ઉત્‍પલભાઈ જોશીના અધ્‍યક્ષસ્‍થાને વિવિધ કમિટીના કન્‍વીનરો, ભવનોના અધ્‍યક્ષશ્રીઓની મીટીંગ મળી હતી. મીટીંગમાં પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન સંદર્ભે કુલપતિશ્રીએ સૌને માર્ગદર્શન આપ્‍યું હતું. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૫૯ મા પદવીદાન સમારોહની ભવ્‍ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે.

વિનયન વિદ્યાશાખા ૧૨૨૩૧, શિક્ષણ વિદ્યાશાખા ૪૧૫૫, વિજ્ઞાન વિદ્યાશાખા, ૨૨૮૫, કાયદા વિદ્યાશાખા ૧૯૯૪, તબીબી વિદ્યાશાખા ૧૭૮૭, વાણિજય વિદ્યાશાખા ૧૨૦૪૬, મેનેજમેન્‍ટ વિદ્યાશાખા ૨૧૦૮, હોમીયોપેથી વિદ્યાશાખા ૬૩૦, આર્કીટેચર વિદ્યાશાખા ૭૬, હયુમીનીટીઝ એન્‍ડ સોશ્‍યલ સાયન્‍સીસ વિદ્યાશાખા ૬૩૬, કોમ્‍પ્‍યૂટર સાયન્‍સ વિદ્યાશાખા ૩૭૨૩, ગ્રામવિદ્યા વિદ્યાશાખા ૧૩૮ ગળહવિજ્ઞાન વિદ્યાશાખા ૨૨૩, લાઈફ સાયન્‍સીસ વિદ્યાશાખા ૬૪૫ કુલ ૪૨૬૭૭.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૫૯ મા પદવીદાન સમારંભનું સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સોશીયલ મિડીયા પ્‍લેટફોર્મ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૫૯ મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ છે.

પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના માન. કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઈ જોશી તથા કુલસચિવ ડો. રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ, ઓ.એસ.ડી. નીલેષભાઈ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગના વિભાગીય અધિકારી રણજીતસિંહ ચાવડા, જયેશભાઈ ગોસાઈ, કર્મચારીઓ તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સભ્‍યો કાર્યરત છે

(3:10 PM IST)