તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું રાજકોટ સરકીટ હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત

ભારત સરકારનાં શ્રમ- રોજગાર,રમતગમત તથા યુવા બાબતો ના કેન્દ્રિય મંત્રીશ્રી તથા પોરબંદર લોકસભા મતવિસ્તાર ના સંસદસભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા વડાધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વ માં ભારત સરકાર કેન્દ્રિય મંત્રીમંડળમાં જવાબદારી સંભાળ્યા બાદ તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે રાજકોટ સરદારબાગ ગેસ્ટ હાઉસ-સર્કિટ હાઉસ ખાતે રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, રાજકોટ લોકસભા મતવિસ્તાર ના સંસદસભ્ય તથા પૂર્વ દેશ ભાજપ અધ્યક્ષ, ભારત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ખાસ ઉપસ્થિત રહી વિશેષ સ્વાગત અભિવાદન કર્યું હતું.ત્યારબાદ સૌરાષ્ટ્ર ભાજપ વક્તા રાજુભાઇ ધ્રુવે પુષ્પગુચ્છ-ફૂલ ના બુકે દ્વારા સ્વાગત અભિવાદન કરી આવકાર્યા હતા. બીજી તસ્વીર માં કેન્દ્રિયમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા ના આ સ્વાગત અભિવાદન સમારોહ માં રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, રાજકોટ ના સંસદસભ્ય તથા ભારત સરકાર ના પૂર્વ કેબિનેટ પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભા ના સંસદસભ્ય રામભાઈ મોકરિયા,ભાજપ વક્તા રાજુભાઇ ધ્રુવ,મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ,પૂર્વ સંસદસભ્ય તથા પૂર્વમંત્રી મોહનભાઇ કુંડારીયા , ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ ના મહામંત્રીઓ ડો. માધવ દવે, અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર ડો. દીપભાઈ ડવ, કોષાધ્યક્ષ મયુર શાહ, કાર્યાલય મંત્રી હિતેશભાઈ ઢોલરિયા, સહ કાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવે તથા શ્રી પરસોતમભાઈ રૂપાલા નાં મદદનીશ મનીષભાઈ ભટ્ટ તેમજ મંત્રીશ્રીના મદદનીશ...નિરવભાઈ દવે, હિમીનભાઈ શાહ ,પ્રતીકાત્મક રીતે સાયકલ દ્વારા સ્વાગત-અભિવાદન કરનાર રોટરી મિડટાઉન ના પ્રમુખ દિવ્યેશભાઈ અકબરી,સામાજિક અગ્રણી ડેનિશભાઈ આડેસરા સહિતનાં અન્ય ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહયા રહ્યાં હતાં અને માનનીય મંત્રીશ્રીનું હ્રદયનાં ઉમળકાભેર સ્વાગત અને અભિવાદન કરી આવકાર્યા હતા.
(3:29 PM IST)










