<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

દર્દી દેવો ભવઃ રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉને ઓછુ સાંભળતા ૫૦ દર્દીઓના ઓપરેશનની જવાબદારી લીધી

 

રાજકોટઃ રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા એવા વ્‍યકિતઓ કે જેઓને જન્‍મજાત સાંભળવામાં તકલીફ છે અથવા તો ઓછુ સંભળાય છે કે કોઈ તકલીફ છે એવા દર્દીઓને મદદરૂપ થઇ શકાય તે માટે ફ્રી શ્રવણયંત્ર વિતરણ અને કાનના જટિલ ઓપરેશન કેમ્‍પનું આયોજન કરે છે. આ વખતે કેમ્‍પ મોદી હોસ્‍પિટલમાં દેશના પ્રખ્‍યાત વડોદરાના ઈ.એન.ટી.સર્જન ડો. ભાવિનભાઈ પરિખની આગેવાનીમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

જેમાં સૌરાષ્ટ્રના નામાંકીત તબીબોએ પોતાની સેવા આપી હતી. આ વર્કશોપની ખાસિયત એ રહી હતી  કે,લાઈવ ઓપરેશન ઉપરાંત ઓછુ સાંભળતા દર્દીઓની કાળજી કેવી રીતે રાખવી, કાનની બહેરાશ ધરાવતા દર્દીઓને કેવી રીતે તેની લાઇફ સરળ બની શકે તેઓને કેવી રીતે મદદરૂપ બની શકાય તે સહિતની જરૂરી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ પ્રોજેકટ અંતર્ગત  કુલ ૫૦ ઓપરેશન  કરવામાં આવશે.રોટરી કલબ ઓફ રાજકોટ મિડાટઉન દ્વારા આ વર્ષે ૩૭૫ ફ્રી શ્રવણ યંત્રનું વિતરણ કરવામાં આવ્‍યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:38 PM IST)