<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનનું પ્રશ્‍નપત્ર પાઠયપુસ્‍તક આધારીત સહેલુઃ છાત્રો ખુશખુશાલ

હેલ્‍મેટનું મહત્‍વ અને રેલ્‍વે માર્ગોના પ્રશ્‍નો પુછાયા

રાજકોટ તા.૩: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા શાંતીપૂર્ણ રીતે ચાલી રહી છે. ધો.૧૦માં આજે સામાજીક વિજ્ઞાનનું પ્રશ્‍નપત્ર હતું. જે ગુજરાતી અને ગણીતની જેમ પાઠયપુસ્‍તક આધારીત સહેલું નીકળ્‍યું હતું.

ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનનું પ્રશ્‍નપત્ર પરીક્ષાર્થીઓના હાથમાં આવતાની સાથે જ શાંતીપૂર્વક ઉતર પરીક્ષાર્થીઓ આલેખવા માંડયા હતા.

ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનના પ્રશ્‍નપત્રમાં હેલ્‍મેટનું મહત્‍વ અને રેલ્‍વે માર્ગોનો પ્રશ્ન પુછેલો. ધો.૧૦માં આજે સામાજીક વિજ્ઞાનનું પ્રશ્‍નપત્ર સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ નજરે પડયા હતા.

(3:55 PM IST)