<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

બે બહેનના એકના એક ભાઇ રૂત્‍વીક દાણીધારીયાનો ફાંસો ખાઇ આપઘાત

માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં બનાવથી અરેરાટી

રાજકોટ તા. ૩: શહેરના માંડા ડુંગર નજીક પીઠડઆઇ સોસાયટીમાં રેહતાં રૂત્‍વીક રમેશભાઇ દાણીધારીયા (ઉ.વ.૨૩) નામના યુવાને સવારે દસેક વાગ્‍યે રૂમ બંધ કરી પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

સવારે રૂત્‍વીક રૂમનો દરવાજો ખખડાવવા છતાં ખોલતો ન હોઇ મોટી બહેને બહારથી પિતા ઘરે આવતાં તેને આ અંગે જાણ કરતાં તેમણે પાટા મારી દરવાજો તોડી નાંખતા દિકરો રૂત્‍વીક લટકતો દેખાતા સોૈ હતપ્રભ થઇ ગયા હતાં. તુરત જ તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર યુવાન બે બહેનનો એકનો એક ભાઇ હતો. યુવાન ઇમિટેશનની મજૂરી કરતો હતો. તેના પિતા સિક્‍યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી હતી.

(3:57 PM IST)