તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
સિવિલ હોસ્પિટલ ફાયર સેફટીના સાધનોની જાળવણીના ટેન્ડકરમાં ૩ાા કરોડના કોૈંભાંડમાં તપાસ માંગતી કોંગ્રેસ
અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, કલ્પેશ કુંડલીયા સહિતની તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાને વિસ્તૃત રજુઆતઃ જવાબદારો સામે પગલા લેવા માંગણી

રાજકોટ તા. ૩: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦થી ફાયર સાધનોની જાળવલી (મેઈન્ટેનન્સ)માં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી, વહીવટી અધિકારી અને પેઢી વિશ્વા ગળપ ઓફ કંપની દ્વારા ભેગા મળી ટેન્ડરની શરતોનું ખોટું અર્થઘટન અને ઉલ્લંધન કરી રૂા. ૩,૫૪,૩૨,૬૩૮ (રૂપિયા ત્રણ કરોડ ચોપન લાખ બત્રીસ હજાર છસ્સો આડત્રીસ પુરા)નો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરી શહેર કોંગ્રેસ દ્વારા તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી પગલા ભરવા માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે રજુઆતમાં છે કે રાજકોટ સિવિલ હોસ્પીટલના તત્કાલીન સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી આ બીલોની ચકાસણી કરી પ્રમાણીત કરનાર ટેકનીકલ સુપરવાઈઝર અધિકારી વહીવટી અધિકારીઆરએમઓ અને આ કામની એજન્સી વિશ્વાસ ગળપ ઓફ કંપની સામે ન્યાયીક તપાસ કરાવી પ્રજાની તિજોરીમાંથી ફરજ બેદરકારી, મીલાપીપણું કરી ગેરકાયદેસર રીતે સાથે મળી આચરેલ નાણાકીય કૌભાંડની સીલ-સીલાબંધ વિગતો મેળવી નાણા વસુલવા કાર્યવાહી કરવા અને આ કૌભાંડના દરેક સામે ખાતાકીય તેમજ ફોજદારી પગલાઓ ભરવા આપની કક્ષાએથી ન્યાયોચીત કાર્યવાહી કરવા અને આપના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની અમોને લેખીતમાં જાણ કરવી.
કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં વિશ્વાસ ગળપ ઓફ કંપનીને વાર્ષિક ધોરણે અપાયેલ મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટમાં ટેન્ડરની શરતો મુજબ આખી હોસ્પીટલનું ફાયર મેઈન્ટેનન્સ કરવાનું હતું. પછી શા માટે વિભાગ પ્રમાણે બીલો મુકી પાસ કરાવવામાં આવ્યા? વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના નવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે આ કામની અલગ અલગ એજન્સીઓ દ્વારા ત્રણ ગણા ભાવ વધુ હોય તેમ કહી પરચેઝ કમિટિએ નામંજુર કરેલ અને શંકાજનક રીતે ૨૦૨૪ સુધી વિશ્વાસ એજન્સી પાસે જ કામગીરી કરાવવામાં આવી, બીજી-કે-ત્રીજીવાર ટેન્ડર પ્રસિધ્ધ કરી નવી એજન્સી માટે કોઈજ નિયમ અનુસાર કાર્યવાહી શા માટે કરવામાં ન આવી? આ ઉપરાંત ફાયર મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટમાં પી.ડી.યુ. હોસ્પીટલની કુલ કેટલી બીલ્ડીંગનો સમાવેશ કરવામાં આવેલ અને આ બીલ્ડીંગોનું વિંગ મુજબ વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવેલ? ફાયર સેફટી મેઈન્ટેનન્સની ૧ વર્ષમાં કેટલી સર્વિસ આપવા નક્કી કરવામાં આવેલ? ફાયર મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટરને કુલ ચુકવવામાં આવેલ નાણા રૂા. ૩,૫૪,૩૨,૬૩૮થી કયા પ્રકારનું મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું? સાધન સામગ્રી ખરીદીના કુલ કેટલા બીલ આવ્યા, ખરીદી અંગે કુલ કેટલી રકમ ચુકવી? આ સહિતની તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા માંગણી કરવામાં આવી છે. રજૂઆતમાં શહેર કોગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, એડવોકેટ અશોક સિંહ વાઘેલાની આગેવાનીમાં જસવંતસિંહ ભટ્ટી, કલ્પેશ કુંડલીયા, તુષાર નંદાણીયા, સંજય અજુડીયા, કનકસિંહ જાડેજા, અજીત વાંક, મયુરસિંહ પરમાર, મથુરભાઇ માલવી, કેતન ત્રાડા, ગોૈરવ પુજારા, નંદાભાઇ ડાંગર, ગેલાભાઇ મુછડીયા, જસાભાઇ કુગશીયા, હરેશ પરમાર, દિલીપ આસવાણી, દિપુબેન રવૈયા સહિત જોડાયા હતાં.
(4:24 PM IST)










