<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

૬ માર્ચ ગુરુવારે સવાર ૧૦.૫૨ કલાકે થી હોળાષ્ટકનો પ્રારંભ થશે

આ વર્ષે પૂનમના બદલે ચૌદસને ગુરુવારે હોલિકા દહન અને પૂનમ ને શુક્રવારે ધુળેટી

 ફાગણ શુદ સાતમ ને તા.૬ માર્ચ ગુરુવારે સવારે ૧૦.૫૨ કલાકે થી હોળાષ્ટક નો પ્રારંભ થશે. જે ફાગણ સુદ પૂનમ ને શુક્રવારે તા. ૧૪ માર્ચ સવારે ૧૨.૨૫ કલાકે હોળાષ્ટક પૂર્ણ થશે.

આ વર્ષે જયોતિષના નિયમ પ્રમાણે તથા ધર્મસિંધુ ગ્રંથ ના નિયમ પ્રમાણે હોલિકા દહન પૂનમના બદલે ફાગણ સુદ ચૌદસ ને ગુરુવારે તા ૧૩ માર્ચના દિવસે થશે. ખાસ કરીને હોલિકા દહન માટે સાંજના ભાગ મા પ્રદોષ કાળ સમયે પૂનમ હોય તે સમય લેવામાં આવે છે. જે આ વર્ષે તારીખ ૧૩ માર્ચ ગુરુવારે ચૌદશના દિવસે સવારે, ૧૦.૩૭ કલાકે થી પૂનમ તીથી શરૂ થાય છે અને તારીખ ૧૪ માર્ચ શુક્રવારે બપોર ના ૧૨.૨૫ સુધી પૂનમ તિથિ છે આમ ચૌદસ ને ગુરૂવારના દિવસે સાંજના પ્રદોષ કાળ સમયે પૂનમ તિથિ હોતા ગુરુવારે રાત્રે ના હોલિકા દહન થશે જયારે ફાગણ સુદ પૂનમ ને શુક્રવારે ૧૪ માર્ચ ના દિવસે ધુળેટી મનાવાશે.

 હોળાષ્ટકનું પૌરાણીક મહત્‍વ છે. ભક્‍ત પ્રહલાદને ભસ્‍મ કરવા ફાગણ સુદ આઠમ થી જ તૈયારી કરવામાં આવી. આ માટે હિરણ્‍યકશિપુ અને તેની બહેન હોલિકાએ સાથે મળીને પ્રહલાદને સળગાવવાનું ષડયંત્ર દ્યડયું હતું. હિરણ્‍યકશિપુનો પુત્ર પ્રહલાદ વિષ્‍ણુ ભક્‍ત હતો તે વાત તેના પિતાને પસંદ નહોતી. હિરણ્‍યકશિપુની બહેન હોલિકાને એવું વરદાન હતું કે પોતે અગ્નિ માં સળગી શકે નહીં પણ તેની સાથે જે હોય તે સળગી જાય. આ વરદાનનો ગેરઉપયોગ કરી પ્રહલાદને સળગાવી નાંખવાનું ષડયંત્ર રચવામાં આવ્‍યું. આ ષડયંત્ર રચવાની પ્રક્રિયા એક અઠવાડિયું ચાલી હતી એટલે અઠવાડિયું હોળાષ્ટક ગણાય.

 હોળાષ્ટકના દિવસ થી કોઈ માંગલિક કાર્ય કે શુભકાર્ય કરવું ઉચિત ગણાતું નથી. હોળાષ્ટકમાં ૧૬ સંસ્‍કારો વર્જય માનવામાં આવે છે. ,હોળાષ્ટક દરમિયાન જપ, તપ, ગ્રહોની શાંતિ, જન્‍મ-નક્ષત્ર તથા યોગ શાંતિ, લદ્યુરૂદ્ર, અભિષેક, કથા, ચંડીપાઠ વગેરે કાર્યો કરી શકાય છે જયારે લગ્ન, વાસ્‍તુ, જનોઈ, ખાતમુહૂર્ત,  ઉદ્દદ્યાટન જેવા માંગલિક કાર્યો કરવા ઉચિત મનાતા નથી. 

તા.૧૪ માર્ચને શુક્રવારે રાત્રે ૬.૫૧ થી એક મહિના માટે મીનારક કમૂરતા શરૂ થશે. જે ચૈત્ર વદ એકમ તા  ૧૩.૪.૨૫ રવિવાર સુધી મિનારક કમુર્હુતા ચાલશે આ એક મહિના દરમિયાન લગ્ન મુહૂર્ત ને બ્રેક લાગશે.  ત્‍યારબાદ ફરી લગ્નગાળો શરૂ થશે. ૧૪ એપ્રિલ સોમવાર ના દિવસથી લગ્ન નું પહેલું મુહૂર્ત છે.

ગુરુવારે હોલિકા દહન નો શુભ સમયઃ-ખાસ કરીને હોલિકા દહન સમયે ભદ્રા હોવી જોઈએ નહીં આ વર્ષે ગુરુવારે રાત્રિના સમયે ભદ્રા છે પરંતુ પંચાંગ પ્રમાણે ગુરુવારે આવતી ભદ્રા પુણ્‍યવતી માનવામાં આવે છે આથી ગુરુવારે દિવસ આથમ્‍યા પછી રાત્રી ના સમયે હોલિકા દહન કરવું શુભ ગણાશ.ે

૧૩:માર્ચ ગુરુવારે હોળી પ્રગટાવવાનો શુભ સમય પ્રદોષકાળ મા છે. આ વખતે પ્રદોષકાળ સાંજે ૬:૫૫ થી ૯.૧૮ સુધી અને ચોદ્યડિયાં પ્રમાણે શુભ સમય અમૃત ચોદ્યડિયુ ૬:૫૫ થી ૮.૨૫ કલાક સુધી છે જયારે ચલ ચોદ્યડિયું રાત્રે ૮.૨૫ થી ૯.૫૫ સુધી છે.

શાષાી રાજદીપ જોશી ...વેદાંત રત્‍ન

                મો. ૯૯રપ૬ ૧૧૯૭૭

(4:46 PM IST)