તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
વોર્ડ નં. પ માં જુદા જુદા વિસ્તારમાં ડામર કામનો પ્રારંભ
ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૦૨ના વોર્ડ નં.૫માં આવેલ આર્યનગર વિસ્તારના રસ્તા પર રૂ.૧૮.૮૧ કરોડના ખર્ચે ડામર કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, પૂજાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શિશુ કલ્યાણ-ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામળ દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, માધ્યમિક અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહિલ, વોર્ડ પ્રમુખ પરેશભાઈ લીંબાસિયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, બક્ષીપંચ મોરચા શહેર મહામંત્રી બાબુભાઈ માટીયા, કિશાન મોરચા મહામંત્રી ભાદાભાઈ રાદડીયા, અનુસુચિત જાતિ મહામંત્રી સંજયભાઈ બગડા, કિશાન મોરચા પ્રભારી અનિલસિંહ પરમાર, બક્ષીપંચ મોરચા પ્રમુખ વોર્ડ નં.૫ સતિષભાઈ સતાપરા, અગ્રણી વિનુભાઈ પેઢડીયા, અમુભાઈ મોલિયા, મુકેશભાઈ કાકડીયા, પ્રફુલભાઈ માંડલિક, જયભાઈ કુબાવત, જીલાભાઈ સુસરા, બિપીનભાઈ ગોહેલ, રાજુભાઈ વેકરીયા, પ્રવિણભાઈ આંબલીયા, કાંતિલાલ બગડા, ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઈ ચાવડા, હાર્દિકભાઈ વોરા, રાજુભાઈ મેવાડા, ભૂપતભાઈ મેવાડા, મનસુખભાઈ હાપલીયા, અશ્વિનભાઈ નંદાણી, લાભુભાઈ ડાંગર, શૈલેષભાઈ રાબડીયા, મનુભાઈ વિઠલાપરા, અશોકભાઈ પટેલ, રમેશભાઈ અકબરી, કમલેશભાઈ અકબરી, ભરતભાઈ ગઢીયા, ભાવેશભાઈ અકબરી, મનસુખભાઈ પીપળીયા, પ્રકાશભાઈ ડાંગર, સંજયભાઈ પટોળીયા, મનસુખભાઈ રામાણી, વિમલભાઈ મુંગરા, જગદીશભાઈ ઊંઘાડ, ખોડાભાઈ પીપળીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કામે અંદાજે ૨૪,૨૭૦ ચો.મી. વિસ્તારમાં ડામર કાર્પેટનું કામ થવાથી આર્યનગર, રત્નદીપ, કેયુર પાર્ક, સંસ્કાર વિલા મેઈન રોડ તથા આસપાસના આશરે ૫૨૦૦ થી વધુ રહેવાસીઓની સુવિધામાં વધારો થશે અને ફાયદો થશે.
(4:47 PM IST)










