<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જંકશન રેલ્‍વે સ્‍ટેશનમાંથી બેભાન મળેલા અજાણ્‍યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો રેલ્‍વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૪: જંકશન રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નંબર-૧ પરથી આશરે ૪૦ વર્ષના અજાણ્‍યા પુરૂષ બેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે.

મૃતકે લાલ-કાળા-સફેદ રંગના પટ્ટાવાળુ ટી-શર્ટ પહેર્યુ છે. તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. બિમારીથી મૃત્‍યુ થયાની શક્‍યતા છે. મૃતદેહ સિવિલ હોસ્‍પિટલના કોલ્‍ડ રૂમમાં રખાયો છે.

તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો રેલ્‍વે પોલીસ સ્‍ટેશનના તપાસનીશ રીયાઝભાઇ કાઝી (૯૯૨૫૦ ૬૮૧૧૮) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૫)

(11:05 AM IST)