<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

પૂ. જલારામબાપા, સહજાનંદજી, ગુણાતીતાનંદ સ્વામી વિશેની વાત કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાની ફેસબુક વોલ ઉપર

 

રાજકોટ તા.૪: વિશ્વ વંદનીય સંત શીરોમણી પૂ.જલારામબાપા વિશે મનઘડત સ્ટોરી ઉભી કરીને બફાટ કરનાર સુરતના અનરોલીના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સામે ગામે-ગામ પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. સાધુ જ્ઞાનપ્રકાશ વિરપુર આવીને માફી માંગે તેવી ઉગ્ર માંગણી થઇ રહી છે ત્યારે રાજકોટની આર.સી.સી. બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાએ પોતાની ફેસબુક વોલ ઉપર પૂ.જલારામબાપા, સહજાનંદજી તથા ગુણાતીતાનંદ સ્વામી વિશેની વાત લખી છે જેની ઉપર એક નજર કરીએ તો...

સહજાનંદજી એટલે કે ભકતોના સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન (૩ એપ્રિલ ૧૭૮૧/ ૧ જૂન ૧૮૩૦)ના જન્મ પહેલા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગલી/ વ્સસની લોકો રહેતા હતા અને સહજાનંદજીએ તેમને સદાચાર તરફ વાળ્યા તેવી નકલી વાર્તાઓ આ સંપ્રદાયે ઊભી કરી છે. પરંતુ સહજાનંદજીનો જન્મ નહોતો થયો તે પહેલા ગુજરાત/ સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતા (૧૪૧૪/૧૪૮૧); સંત કબીર (૧૪૪૦/૧૫૧૮); વલ્લભાચાર્ય (૧૪૭૯/૧૫૩૧); અખા ભગત (૧૫૯૧/૧૬૫૬) વગેરે મહાપુરુષોની અસર હતી જ. એટલે સહજાનંદજીના કારણે જ ગુજરાત/ સૌરાષ્ટ્ર સદાચારી બન્યું તેમ કહેવું તે માત્ર ગેરપ્રચાર છે.

જલારામ બાપાનો જન્મ ૪ નવેમ્બર ૧૭૯૯ અને અવસાન ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ના રોજ થયેલ. ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૭૮૪ અને અવસાન ૧૧ ઓકટોબર ૧૮૬૭ના રોજ થયેલ. ઈતિહાસ મુજબ, ૧૮ વર્ષની ઉંમરે જલારામ ફતેહપુરાના સંત ભોજા ભગતના અનુયાયી  બન્યા અને તેમણે ૨૦ વર્ષની ઉંમરે ૧૮૧૯માં  સદાવ્રત શરુ થયું. આમાં જલારામ બાપા કયારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા? કયારે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર આવ્યા? તેના કોઈ આધાર પુરાવા છે? માત્ર ગુણાતીતાનંદ સ્વામીને મોટા કરવા/ તેમના આશીર્વાદ ચમત્કારી હતા તેવું દર્શાવવા ખોટી વાર્તા જ ઊભી કરી દીધી ! શ્નજલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા. અને શ્નકાયમ માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાવ ! આ હળાહળ જૂઠાણું છે. જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા તથા ભોજા ભગતનું અપમાન કરેલ છે.

(2:06 PM IST)