<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

સનંદ મેળવેલ ૧૦ હજાર નવનિયુકત એડવોકેટોને શુભેચ્છાઓ પાઠવતા સરકારી વકીલ સમીર ખીરા

રાજકોટ, તા. ૪ : ભારત દેશ વિશ્વ ટોચ પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી આગળ વધી રહેલ છે ત્યારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા અને ભારત સરકારના કેન્દ્રના ગૃહપ્રધાન શ્રી અમીતભાઇ શાહ અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ખાસ હાજરીમાં ૧૦,૦૦૦ થી વધુ નવનિયુકત એડવોકેટો માટે ઓથ સેરેમનીનું ભવ્ય આયોજન તા. ૯-૩-ર૦રપ રવિવારના રોજ બપોરે ૧ :૦૦ વાગ્યે સ્થળઃ દાદા ભગવાન ફાઉન્ડેશન, અડાલજ, ગાંધીનગર મુકામે આયોજન કરેલ હોય, જેમાં ગુજરાત રાજયના તમામ વકીલશ્રીઓ હાજર રહેશે. રાજકોટ બાર એસોસીએશન તથા બાર કાઉન્સીલ દ્વારા ખાસ વકીલ ભાઇ, બહેનો માટે વિના મુલ્યે બસ આયોજન પણ કરેલ હોય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, રાજકોટ બાર એસોસીએશન, લીગલ સેલ જહેમત ઉઠાવી રહેલ છે ત્યારે સનંદ મેળવેલ ૧૦,૦૦૦ નવનિયુકત એડવોકેટોને હદયથી શુભેચ્છાઓ પાઠવતા સરકારી વકીલ સમીર ખીરા.(૬.૧૧)

 

(4:20 PM IST)