<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

તું કેમ બેન-દિકરીઓ સામે જુએ છે? ગોંડલમાં રૂત્વીક ચોૈહાણ ઉપર ૩ શખ્સોનો ધોકાથી હૂમલો

વૃંદાવન સોસાયટીમાં મહિલાના ઘરમાં પતિ અને દિયરને ગાળો ભાંડીઃ વિજય અને મોૈલીક સામે ફરિયાદ

રાજકોટ તા.૪: ગોંડલમાં મોવિયા રોડ ઉપર વિવાહપાર્ટી પ્લોટ પાસે યુવકને તું કેમ અમારી બેન-દિકરીઓ સામે જુએ છે? તેમ કરી ત્રણ શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રણછોડનગર હનુમાનમંદિર વાળી શેરીમાં રહેતો રૂત્વીક વિજયભાઇ ચોૈહાણ (ઉ.વ.રપ) મોવિયા રોડ વિવાહ પાર્ટી પ્લોટમાં મિત્રના લગ્નમાં ગયેલ ત્યારે મમત્વ પટેલ, પ્રિન્સ પટેલ તથા એક અજાણ્યો શખ્સ રે.ત્રણેય ગોંડલએ રૂત્વીકને પાર્ટીપ્લોટના પાર્કીંગ પાસે બોલાવી ''તું કેમ અમારી બેન-દિકરીઓ સામે જુએ છે''? તેમ  કહી લાકડાના ધોકાથી હુમલો કરી ઇજા કરી હતી. આ અંગે ઇજાગ્રસ્ત રૂત્વીકએ ઉકત ત્રણેય શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.

બીજા બનાવમાં ગોંડલ સાંઢીયાપુલ પાસે વૃંદાવન-૩માં રહેતા શિવાનીબેન અંકિતભાઇ પરમાર તથા તેના પરિવારજનો ઘરે સુતા હતા ત્યારે વિજય મકવાણા તથા મોૈલીક મકવાણા રે.સરવૈયા શેરી ગોંડલએ ઘરમાં ઘુસી કયાં છે અંકિત? મારે તેની સાથે વાત કરવી છે તેમ કહી અંકિત તથા તેના કોંટુબીંક ભાઇને ગાળો ભાંડી હતી. તેમજ વચ્ચે પડેલ શિવાનીબેનનો હાથ મચકોળી નાંખ્યો હતો. આ અંગે શિવાનીબેને ઉકત બંન્ને સામે ફરીયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(2:50 PM IST)