News of Tuesday, 4th March 2025
થોરાળા પોલીસના દારૂના ગુનામાં આઠ વર્ષથી ફરાર ઇકરામુદ્દીનને રાજસ્થાનથી પકડી લેવાયો

રાજકોટ તા. ૪: થોરાળા પોલીસના દારૂના ગુનામાં આઠ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી શોધી કાઢવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ થોરાળા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં રૂપિયા ૧૦.૫૦ લાખનો દારૂ ભરેલો ટ્રક પકડી લેવાયો હતો. જે તે વખતે ગુનો નોંધાયો ત્યારે રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના આસીન્દ ગામમાં મસ્જીદ મહોલ્લા જામા મસ્જીદ પાસે રહેતાં ઇકરામુદ્દીન ઇશાકમહમદ ઇસ્માઇલમહમદ શેખ (ઉ.વ.૪૫)નું નામ ખુલ્યું હતું.
પરંતુ તે ત્યારથી સતત ફરાર હતો. દરમિયાન આ શખ્સ હાલમાં રાજસ્થાન આવ્યો હોવાની માહિતી મળતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અને પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એ. પી. રતન, એએસઆઇ મહેશભાઇ સોલંકી, કોન્સ. સંજયભાઇ અલગોતર, પ્રકાશભાઇ ચાવડા અને રવિભાઇ ગઢવીની ટીમે રાજસ્થાન પહોંચી તેને પકડી લીધો હતો.
(2:52 PM IST)










