News of Tuesday, 4th March 2025
કાંગશીયાળી ગામે નિર્માણ પામનારી શ્રી નંદભવન હવેલીના લાભાર્થે આજે ફુલફાગ-રસીયાનો મનોરથ
યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરાગકુમાર મહોદયજીના સાનિધ્યમાં

રાજકોટઃ શહેરની ભાગોળે, લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામ ખાતે નિર્માણ પામનારી શ્રી નંદભવન હવેલીના લાભાર્થે યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી પરાગકુમાર મહોદયજીના મંગલ સાનીધ્યમાં ફાગા-રસીયાનો મનોરથ યોજાશે.
ન્યુ રાજકોટ એટલે કે ગોંડલ હાઇવે પર કલ્પવન કાંગશીયાળી વિસ્તારમાં ગોસ્વામી શ્રી ગોપીકાલંકાર મહારાજની આજ્ઞાથી તેમના આત્મજ વલ્લભકુલ ભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયજીની અધ્યક્ષતા માં અને વૈષ્ણવોના મનોરથ રૂપે શ્રી નંદભવન હવેલીનું નવનિર્માણ થવા જઇ રહયું છે. ત્યારે સર્વોતમ સેવા સંસ્થાન દ્વારા આજે તા.૪ના મંગળવારે રાત્રે ૮:૩૦ કલાકે કાંગશીયાળીમાં ફુલફાગ-રસીયાના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ અંગે વધુ માહીતી માટે અરવિંદભાઇ ભેસદડીયા મો.૯૪ર૯૪ ૮પ૬૭૬, રજનીભાઇ પરસાણીયા મો. ૯૮રપ૦ ૯પ૪૯૮, મનસુખભાઇ લાગડેચા મો.૯૯૭૯૪ ૧૦ર૪૦, લક્ષ્મીદાસ માંવરીયા મો.૯૮રપ૦ ૯પ૪૯૮, જગદીશભાઇ કગથરા મો.૯૭રપર ૧૧૦૮ર, શ્રીકાંતભાઇ મેંદપરા મો.૯૮રપ૪ ર૦૬૬૪નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:57 PM IST)










