News of Tuesday, 4th March 2025
સુર અને શબ્દોના સમન્વયરૃપ કાર્યક્રમ 'જુગલબંધી જલસો'એ કરી જમાવટ

રાજકોટ : કવોલીટી સર્કલ દ્વારા મહાશિવરાત્રી નિમિતે જીવન ઉત્સવ અંતર્ગત 'જુગલબંદી જલસો' શીર્ષકથી સુર અને શબ્દોનો એક કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કથા, કવિતા અને સંગીતનો સમન્વય સાધવામાં આવ્યો હતો. ઉદ્યોગ ગ્રુપ એપલ બેસનના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં નવરસની આહલાદક અનુભૂતિ શ્રોતાઓ-પ્રેક્ષકોએ કરી હતી. જેમાં રીયાલીટી શો વિજેતા ગાથા પોટા અને ધૈર્ય રાજપરા દ્વારા સુર તાલની જુગલબંધી કરાઇ હતી. જયારે એવોર્ડ વિજેતા ડીરેકટર અને સ્ટોરી ટેલર વિરલ રાચ્છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યુ હતુ. જાણીતા કવિ એન્કર મિલિન્દ ગઢવીએ વીર અને હાસ્ય રસની પ્રસ્તુતિ કરી સાહીત્ય અને સુરના મોતી વિખેર્યા હતા. આ ચારેય કલાકારોની જુગલબંધી, મ્યુઝીક ટ્રેક, પ્રસ્તુતિકરણે શ્રોતાઓને અભિભૂત કર્યા હતા. જુગલબંધી જલસાના કલાકારો અને સમગ્ર ટીમનું ખેસ પહેરાવી અભિવાદન કરાયુ હતુ.
(3:00 PM IST)










