<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજની બ્રહ્મસખી બહેનો દ્વારા શુક્રવારે એક દિવસીય બિઝનેશ એકઝીબીશન કમ સેલ

જવેલરી, ફેશન, કચ્છી કલા, હોઝીયરી સહીતની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ :હાડકાની ઘનતા સહિતના ટેસ્ટ ફ્રી કરી અપાશે, બિઝનેશ ટોક શો, કવીઝ ગેઇમ, મોટીવેશન સ્પીચઃ સર્વજ્ઞાતિના લોકોને લાભ લેવા અનુરોધ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહમસમાજ ''બ્રાહમણ સખી''ના બહેનો વુમનસ ડેની પુર્વ સંધ્યાએ કેકેવી હોલ, કાલાવડ રોડ ખાતે તા.૭ માર્ચને શુક્રવાર સવારે ૯ થી રાત્રે ૯ સુધી એક દિવસીય બિઝનેશ અકઝીબીશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ફેશન, જવેલરી, કૃતિ, કચ્છી કલા, હોઝીયરી, ફુડ પ્રોડકટ હેલ્થ એન્ડ બ્યુટી પ્રોડકટ, મુખવાસ, પર્સ, વિગેરે ઘણી બધી વસ્તુનુ વેચાણ તથા પ્રદર્શન રાખેલ છે.

સંસ્થાના પુર્વ પ્રમુખ અને ટ્રસ્ટી ભાવનાબેન જોશી તેમજ મહામંત્રી વૈશાલીબેન શુકલની એક યાદીમાં જણાવેલ છે કે દરેક સમાજની બહેનોને એક પ્લેટફોર્મ મળી રહે અને બહેનો પોતાના પગભર થઇ આત્મ વિશ્વાસ સાથે આગળ વધે એ હેતુથી જ આ આયોજન કરવામાં આવેલ છે.

સાથે ત્યાં આવનાર દરેક બીએમઆર, બીએમઆઇ હાડકાની ઘનતા જેવા આઠ પ્રકારના ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવશે. સવારે ૧૦ :૩૦ વાગ્યે દિપ પ્રાગટય કરી આ એકઝીબીશનને ખુલ્લુ મુકવામા આવશે. સાથે સાંજે પ વાગ્યાથી ૬ વાગ્યા દરમ્યાન એક બિઝનેશ ટોક શો સાથે કવીઝ ગેઇમનું આયોજન કરેલ છે. જેમાં શહેરના નામાંકીત બહેનો મોટીવેશન સ્પીચ આપી યોગ્ય માર્ગદર્શન આપી સેવા આપશે.

પુર્વ પ્રમુખ અને ટ્રસ્ટી ભાવનાબેન જોશી ૯૯૦૯ર ૦૦૦૬૭, મહામંત્રી વૈશાલીબેન શુકલ ૯૪ર૮ર ૭૧૪૧૬, ઉપપ્રમુખ હેમાનીબેન રાવલ તેમજ માલતીબેન જાની તેમજ અન્ય કમીટી મેમ્બર રાજલબેન જાની, ધાત્રીબેન ભટ્ટ, દીપાબેન ભટ્ટ, કવિતાબેન જાની, રક્ષાબેન જોશી, મીનાબેન જાની, અમીતાબેન વ્યાસ, બિંદુબેન દવે, અલ્કાબેન જોશી, રાધીકાબેન જોશી, શર્મીલાબેન જોશી તેમજ દરેક બહેનોનો સહયોગ મળે  છે. ઔદીચ્ય ઝાલાવાડી બ્રહમ સમાજમાં જેમણે મેમ્બર બનવાનું બાકી હોય તો તે ત્યાં સ્થળ પર આવી નવી મેમ્બરશીપનું ફોર્મ ભરી શકે છે તેમ યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩પ.૧૧)

(3:01 PM IST)