તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 4th March 2025
રામગ્રુપ અને સહેલી લેડીઝ કલબ દ્વારા જુલાઇમાં ૧૧ દીકરીઓના સર્વજ્ઞાતિ સમુહલગ્ન
શારીરીક ક્ષતિવાળા,જરૃરીયાતમંદ પરિવારોએ ફોર્મ ભરી દેવા

રાજકોટઃ રામગ્રુપ અને સહેલી લેડીઝ કલબના સંયુકત ઉપક્રમે તા. ૬ જુલાઇ ર૦રપ ને રવિવારનાં રોજ વૃષભ વાટીકા પાર્ટી પ્લોટ ખાતે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કોઇપણ જ્ઞાતિની તેમજ શારીરિક ક્ષતિવાળી હોય કે આર્થિકરીતે જરૃરીયાત હોય તેવા ૧૧ બહેનોને વેવિશાળ કરાવી આપશે. બહેનો માટે ફ્રી તેમજ ભાઇઓ માટે રૃા.પ૧૦૦ ફી રાખેલ હોવાનું જણાવાયું છે. આ માટેના ફોર્મ ભરવા માટે માતા/પિતા તેમજ દીકરીનાં આધાર કાર્ડની ઝેરોક્ષ તેમજ જે દિકરીનાં લગ્ન કરવાનાં છે તેના બે ફોટોગ્રાફ સાથે લઇને આવવાનાં રહેશે.
કાયક્રમને સફળ બનાવવા માટે રામગ્રુપનાં પ્રમુખ આશિષભાઇ પુજારા, તેમજ સહેલી લેડીઝ કલબનાં પ્રમુખ જીતાબેન દત્તાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે આશિષભાઇ પુજારા ૯૮૨૫૩૦૦૩૩૩ જીતાબેન દત્તાણી ૯૯૨૪૭ ૫૩૭૨૨ નો સપંક કરવો
ફોર્મ ભરવાનું સ્થળઃ ઓફિસીએન્ટ એન્ટરટેક પ્રા.લી. શોપ નં.પ, આશાપુરા રોડ, સાઇડ, રા.મ્યુ.કોર્પો. ગેટ નં.ર ની સામે, રાજકોટ.
આ આયોજનને સફળ બનાવવા માટે વિશાલભાઇ કેસરીયા, નિલેષભાઇ ખખ્ખર, જલ્પાબેન દત્તાણી, જીતેનભાઇ જીવરાજાની, સોનલબેન જીવરાજાની વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર અશોક બગથરીયા)
(3:02 PM IST)










