તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 4th March 2025
પાળ ગામે નકલંક મંદિર સંત આંબેવપીરની મોટી જગ્યામાં ૭મીથી પાળ ઠાકરની રાવટી
દ્વારકા ફૂલડોલ ઉત્સવ માટે ચાલીને જતાં પદયાત્રીઓ માટે ચા, પાણી, નાસ્તો આરામ, મહાપ્રસાદની સાત દિ સુધી ર૪ કલાક વ્યવસ્થા

રાજકોટઃ જીલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામ મુકામે સુપ્રસિધ્ધ નકલંક મંદિર સત આંબેવ પીરની મોટી જગ્યા (ઠાકર દ્વારો) દ્વારા સતત ત્રીજા વષે પાળ ઠાકોર ની રાવટીનું આયોજન કરેલ છે.
દ્વારકા ફુલડોલ ઉત્સવ માટે ચાલીને જતા પદયાત્રીઓ માટે તા. ૦૭ માર્ચથી તા. ૧૩ માર્ચ ચોવીસ કલાક ચા, નાસ્તો સુવા બેસવાની વ્યવસ્થા તેમજ અમુક જરૂરીયાત મુજબની દવાઓ જેમ કે તાવ, ઉધરસ, શરદી, પાટા-પીંડી તેમજ ર૪ કલાક સાત દિવસ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
આ સેવાકીય યજ્ઞમાં પાળ ઠાકર સેવક ગણ, આંબેવ પીર પરિવાર, પાળ સમસ્ત ગામ નેસડોનો સહકાર મળેલ હોવાનું જણાવાયું છે.
આ કાર્યને સફળ બનાવવા પાળ જગ્યાના મંહત શ્રી ટીટા ભગત, લાભભાઇ જળુ, નિલેશભાઇ ભગત, પોલાભાઇ મૈત્રા, મહેશ ભગત, પુજારી શ્રી શામજી ભગત, નારણભાઇ ચાવડીયા, દિપકભાઇ ભગત, રાજુભાઇ જુંજા, સીધ્ધાર્થ ભગત, કાનાભાઇ માટીયા, મયુર ભગત, ભીખાભાઇ પડસારિયા, રણજીત ભગત, નરેશ ભગત, રણજીતભાઇ મુંધવા, ભરત ભગત, હરિભાઇ ચાવડીયા, વિક્રમ ભગત, અશોક ભગત,બાબુભાઇ વેકરીયા, મોહિત ભગત, કેતન ભગત, રાજુભાઇ ચાવડીયા, રાજાભાઇ વસોયા, બાબુભાઇ ટીલાળા, હિતેષ ભગત, બાબા ભગત, જયંતિભાઇ ટીલાળા, રમેશભાઇ ટીલાળા, રતીભાઇ ટીલાળા વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.
સ્થળઃ પાળ ઠાકોરનો ઉતારો દેવકીનંદન હોટલ, ચરખલા હાઇવે રોડ, મું. મહાદેવીયા, તા.જામકલ્યાણપુર, જી. દેવભુમી દ્વારકા, લીંબડી-દ્વારકા હાઇવે.
આગેવાનોએ જણાવેલ કે અહિં પરચા આપેલ છે જે આ મુજબ છે. (૧) નકંલક મંદિર સત આંબેવપીરની જગ્યા રરપ વર્ષની એતહાસિક જગ્યા છે. (ર) પાળગામમાં જે મુર્તીની પુજા થાય છે તે સ્વયંભુ છે દ્વારકાધીશે આંબેવ ભગતને અર્પણ કરેલ છે. (૩) પાળ ધામમાં સંત આંબેવ ભગતની જીવતા સમાધી છે.
(૪) અમરેલી જીલ્લાના બાબરા ગામના કાઠી-દરબાર જગુવાળા ''કાળુવાળાના ફાંસીના દોરડા પાળના ઠાકરના ઘોડાએ ત્રણ-ત્રણવાર તોડાવયા છે.(પ) પાળ ગામના સ્ટેટ (રાજા) ની ભૈંસને જીવતી કરી આપેલ છે પાળના ઠાકરે (૭) મકામદિના ઓલીયા પાળ ધામમાં આવેલ તેમના ખપ્પર ખીરથી છલકાવી આપ્યા.. તે દિવસથી આંબેવ પીરનો થયો ઓલિયાવે આપેલ પીરનો પીર સત આંબેવપીર (૮) મળી ગયેલા મડાને જીવત કરેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:04 PM IST)










