News of Tuesday, 4th March 2025
વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ અધિકારી-કર્મીઓનું બહુમાન

રાજકોટઃ તાજેતરમાં વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા ૧૦ વર્ષથી દોરા-ધાગા, તાવીજ બનાવી છેતરપીંડી કરનાર ફીરોજ એહમદ કાદરીબાપુના ધતીંગનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મદદથી ૧ર૬૩મો સફળ પર્દાફાશ કર્યો હતો. તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનારોઓનો સન્માન સમારોહ વિજ્ઞાન જાથા દ્વરા યોજાયેલ હતો. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ સૌ પ્રથમ સન્માનપત્ર-મોમેન્ટો શાલ ઓઢાડી સન્માન વિભાગીય કચેરીના ડીવાય.એસ.પી.સમીર સારડાનું સન્માન કયું હતું. ઉપરાંત પો.ઇન્સ.ડી.વી.ખરાડી, હેડ કોન્સ. મુકેશભાઇ ચાવડા, હેડ કોન્સ.વિરેનદ્રસિંહ ઝાલા, હેડ કોન્સ.વનરાજસિંહ ઝાલા, હેડ કોન્સ.બળવંતસિંહ જાડેજા, પો.કોન્સ.દર્શીતભાઇ વ્યાસ, પો.કોન્સ.ભરતભાઇ દલસાણીયાને પ્રમાણપત્ર સાથે મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં જાથાના કિશોરભાઇ હાપલીયા, અંકલેશ ગોહીલ, રોમીત રાજદેવ જોડાયા હતાં.
(3:04 PM IST)










