<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત સમારોહ સંપન્ન

 

રાજકોટ તા. ૪ : સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ સમારોહ ઇન્સ્ટીટયુટ ઓફ કવોલીટી એજયુકેશનના મધ્યસ્થ ખંડમાં યોજવામાં આવ્યો હતો.

ફુલછાબના તંત્રી જવલંતભાઇ છાંયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે જાણીતા સ્થપતિ રિખવભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે નિયામક દીપકભાઇ જોશીએ પ્રાસંગીક પ્રવચન કર્યા બાદ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા.

જેમાં વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત બાલમંદિરના મીનાબેન જોશી, નવનીત નગરપંચાયતી પ્રાથમિક શાળા ભૂજના કૃપાબેન નાકર અને વાકળ વિદ્યાલય બાજવા-વડોદરાના ડો. નિતેશકુમાર ઠાકરને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મહેમાનો તેમજ સંસ્થાના ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇના હસ્તે અપાયા હતા. સુતમાલા, ટ્રોફી, પ્રશસ્તિપત્ર, રૂ.૨૦,૦૦૦ નો પુરસ્કાર અને પુસ્તક સંપુટ અર્પણ કરી આ સન્માન કરાયુ હતુ.

કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપક ગુલાબભાઇ જાની સહીત આમંત્રિતો, શિક્ષકગણ, કર્મચારી ગણ તથા સંસ્થાના વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

(3:05 PM IST)