News of Tuesday, 4th March 2025
સાળાએ ઝઘડો કરતાં કલ્પેશ મકવાણાએ ગાળાફાંસો ખાધો
પત્નિ સહિતનાએ દરવાજો તોડી જીવ બચાવ્યોઃ માંડા ડુંગર પાસે બનાવઃ યુવાન સારવારમાં

રાજકોટ તા. ૪: આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર પાસે ભીમરાવનગર-૯માં રહેતાં કલ્પેશભાઇ જગજીવનભાઇ મકવાણા (ઉ.વ.૩૪) નામના યુવાને રૂમમાં જઇ પંખામાં લુંગી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પત્નિ સહિતના લોકોએ દરવાજો તોડી જીવ બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.
કલ્પેશભાઇ સેન્ટીંગ કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને પોતે એક બહેનથી નાના છે. તેણે કહ્યું હતું કે નજીકમાં જ મારો સાળો મયુર રહે છે. તે તેની ઘરવાળી દેવીકા સાથે ઝઘડો કરતો હોઇ દેવીકા દોડીને અમારી ઘરે આવી જતાં મયુર પણ પાછળ આવ્યો હતો. મેં તેને સમજાવતાં મારી સાથે ઝઘડો કરી ગાળો દેતાં માઠુ લાગી જતાં મેં આ પગલુ ભર્યુ હતું.
(3:22 PM IST)










