News of Tuesday, 4th March 2025
મેકડોનાલ્ડમાંથી બે સહિત કુલ ૮ નમુના લેવાયા
હોળી-ધુળેટી પર્વ પહેલા ખજુરના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગઃ સોરઠીયાવાડીના ૧૩ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસઃ ફુડ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા. ૪: મનપાની સત્તાવાર યાદી મુજબ ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પવનપુત્ર ચોક- સોરઠિયાવાડી સર્કલ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
૧૩ ને લાઇસન્સ અંગે નોટીસ
જેમાં જય બહુચર પૂરી-શાક, રીચ મદ્રાસ કાફે, કૈલાશ દાળ પકવાન, મુકદર રગડા, કચ્છી માંડવી દાબેલી, શ્રીહરિ પૂરી-શાક, સદગુરુ રેસ્ટોટેન્ટ, જલારામ પૂરી-શાક, રૂપ અમેરીકન મકાઇ, શ્રીનાથજી ભજીયા, જય રામનાથ ફિકસ થાળી, ગુરુકળપા પૂરી શાક તથા રાજ દાળ પકવાન ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
૮ નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ ૦૮ નમૂના લેવામાં આવેલ જેમાં
DICED MOZZARELLA CHEESE (FROM 1 KG PACK) ક્વીન્સ ફૂડઝ બેવેરેજીસ, પહેલો માળ, એ-૨૧૫, GIDC આજી ઇન્ડ. એસ્ટેટ, ૧૮૦ ફૂટ રોડ, DELARA MALAI PANEER (FROM 1 KG PKD): ક્વીનસ ફૂડઝ બેવેરેજીસ, પહેલો માળ, એ-૨૧૫, GIDC આજી ઇન્ડ. એસ્ટેટ, ૧૮૦ ફૂટ રોડ, DICED MOZZARELLA BLEND (FROM 1 KG PACK): ક્વીનસ ફૂડઝ બેવેરેજીસ, પહેલો માળ, એ-૨૧૫, GIDC આજી ઇન્ડ. એસ્ટેટ, ૧૮૦ ફૂટ રોડ, પ્રોસેસ્ડ ચીઝ (લુઝ) (સ્લાઈસ) હાર્ડ કેસલ રેસ્ટોરેન્ટ પ્રા.લી., (M.C.Donald’s રેસ્ટોરેન્ટ) ગ્રા. ફલોર, શોપ નં.૦૯, રીલાયન્સ મોલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, બિગબજાર સામે, ચિકન સરપ્રાઈઝ બર્ગર(પ્રિપેર્ડ-લુઝ) હાર્ડ કેસલ રેસ્ટોરેન્ટ પ્રા.લી., (M.C.Donald’s રેસ્ટોરેન્ટ) ગ્રા. ફલોર, શોપ નં.૦૯, રીલાયન્સ મોલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, બિગબજાર સામે, જાયદી ખજૂર (લુઝ) રસીકલાલ નટવરલાલ તન્ના, ઘી કાંટા રોડ, કંદોઇ બજાર, ઠોસાગલી, જાયદી ખજૂર (લુઝ) ભગવાન ટ્રેડર્સ, ઘી કાંટા રોડ, કંદોઇ બજાર, ઠોસાગલી, જાયદી ખજૂર (લુઝ) મગનલાલ એન્ડ કું., ઘી કાંટા રોડ, કંદોઇ બજાર, ઠોસાગલી, ખાતેથી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
(3:26 PM IST)










