<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

વાજડી ગઢ-વેજાગામ ની વિકાસ તરફ ગતીઃ ટીપી નં.૮૦નો ડ્રાફટ તૈયાર

આ ટીપીમાં સમાવેશ જમીનદારોએ કાલે રૂડા કચેરીએ ઉપસ્‍થિત રહેવા સૂચન

રાજકોટ તા.૪: શહેરી વિકાસ સતામંડળ દ્વારા બાકી રહેગી ગયેલી ટીપી સ્‍કીમના ડ્રાફટ તૈયાર કરી મુસદો જાહેર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વાજડી ગઢ-વેજાગામ ટીપી સ્‍કીમ નંબર ૮૦નો મુસ્‍તદો જાહેર કરી આ યોજના વિસ્‍તારમાં સમાવેશ થતા તમામ જમીન માલીકોને ટીપીને લગતુ તમામ સાહિત્‍ય અને વિગતો સમજાવા માટે આવતીકાલે તા.૫- બુધવારના  રૂડા કચેરી ખાતે સવારે ૧૧થી ૧ વાગ્‍યા  ઉપસ્‍થિત  રહેવાની સૂચના આપવામાં આવી છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.૨૪-૧૦-૨૦૨૪ની બોર્ડ બેઠક નં. ૧૭૪ના ઠરાવ નં.૧૯૯૮થી અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧) હેઠળ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૧૬ હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં. ૮૦(વેજાગામ-વાજડી ગઢ)નો ૧ રૂડાએ બનાવવા ઈરાદો જાહેર કરેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈ હેઠળ સદરહું યોજના નં. ૮૦(વાજડી ગઢ-વેજાગામ)નો સૂચિત મુસદો ઘડીને યોજનાની જોગવાઈઓ પાર પાડવા માટેના નિયમોને આનુસાંગિક યોજનાનો મુસદો ઘડવામાં આવેલ છે. પ્‍શરસ્‍તુત સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં. ૮૦(વેજાગામ-વાજડી ગઢ)માં નીચે પ્રબમાણેના રેવન્‍યુ સર્વે નંબરો સમાવેશ થાય છે. મોજે વેજાગામ૪૪પૈકી, ૪૫/૧/પૈકી, ૪૫/૨/પૈકી, ૪૬ પૈકી, ૪૭/પૈકી, ૪૮/૧/પૈકી, ૪૮/૨/પૈકી, ૪૯, ૫૦/૧/પૈકી, ૫૦/૨/પૈકી, ૫૧,૫૨/૧/પૈકી, ૫૨/૨/પૈકી, ૫૩, ૫૪, ૫૫/૧/પૈકી, ૫૫/૨, ૫૬/૧/પૈકી, ૫૬/૨, ૫૬/૩, ૫૭/૧, ૫૭/૨, ૫૭/૩, ૫૭/૪, ૫૮, ૫૯/પૈકી, ૬૦/૧/પૈકી, ૬૦/૨/પૈકી, ૬૧/પૈકી, ૬૪/પૈકી, ૬૫, ૬૬/૧, ૬૬/૨, ૬૭/૧/પૈકી, ૬૭/૨, ૬૮ તથા સરકારની માલિકીના રે.સર્વે નં.૧૩૪/પૈકીની ખરાબાની જમીન. મોજેઃ વાંજડી ગઢ સર્વે નં.: ૧૧૬/પૈકી, ૧૧૭/પૈકી, ૧૧૮/પૈકી તથા સરકારની માલિકીના રે.સર્વે નં. ૧૨૪/પૈકીની ખરાબાની જમીનનો સમાવેશ થાય છે.

 ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમો-૧૭ની જોગવાઈ હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં. ૮૦(વેજાગામ-વાજડી ગઢ)ના મુસદાની સૂચિત દરખાસ્‍તોની સમજણ આપવા તથા સલાહ સૂચનો મેળવવા માટે યોજના વિસ્‍તારમાં સમાવેશ થતા તમામ જમીનના માલિકો તથા હિત સબંધ ધરાવતા વ્‍યક્‍તિઓને વ્‍યક્‍તિગત નોટીસ આપવામાં આવેલ છે. તેમ છતાં સરનામાના અભાવે કે અન્‍ય કોઈ કારણોસર સબંધિત વ્‍યક્‍તિઓને ઉક્‍ત નોટીસ મળેલ ન હોય તો પણ ઉપરોક્‍ત યોજના વિસ્‍તારના જમીન માલિકોએ નીચેની વિગતે સ્‍થળે, સમયે અને તારીખે જમીનોના માલિકોની સભામાં ઉપસ્‍થિત રહેવા આથી જાણ કરવામાં આવે છે. (૩.૧૭)

(3:27 PM IST)