<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ રાજકોટ દ્વારા પ્રયાગરાજમાં બે માસમાં ૩ લાખ લોકોને ભોજન : ૧,૬૨,૮૦૦ નંબરવાળા ચશ્માનું નિઃશુલ્ક વિતરણ : શ્રી યોગી આદિત્યનાથજીએ સેવાપ્રવૃત્તિની નોંધ લઇ પ્રસંશા કરી

 

રાજકોટ : શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (સદ્દગુરૂ સદન ટ્રસ્ટ) તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા પવિત્ર સંગમ સ્થાન પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા દરમિયાન ભંડારો ખોલાયો હતો. સાત્વીક બાસમતી ચોખા, એક મીઠાઇ, ફરસાણ, ફુલકા રોટલી, પુરી, શાક સહીતનું સ્વાદિષ્ટ ભોજન પીરસાયુ હતુ. જેમાં બે માસમાં ૩ લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉપરાંત દર્દી ભગવાન માટે નિઃશુલ્ક સેવાયજ્ઞ ચલાવાયો હતો. જેમાં નંબરવાળા ૧,૬૨,૮૦૦ ચશ્માનું વિતરણ કરાયુ હતુ. રૂ.૮૦૦ થી માંડીને રૂ.૨૫૦૦૦ સુધીના બાયોફોકલ ચશ્માનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતુ. આ સેવાયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથજી દ્વારા રૂબરૂ પધારી સંસ્થાના સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ સેવાયજ્ઞ દરમિયાન નામી અનામી સંતો, મહંતો તથા ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠકજી તથા નામી અનામી અનેક વ્યકિતએ મુલાકાત લઇ સેવાની સરવાણીને પ્રત્યક્ષ માણી હતી. પ્રયાગરાજ ખાતે હજુ ત્રીજી નેત્રયજ્ઞ મહાશિબિરની સેવા તા. ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. જેમાં અંદાજે ૩૫૦૦૦ થી વધારે ઓપરેશન કરવાનો સંકલ્પ જાહેર કરાયો હોવાનું સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ રાજકોટ (મો.૯૫૮૬૩ ૦૮૧૭૮)ની યાદીમાં જણાવાયુ છે.

(3:35 PM IST)