<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહના કાર્યાલયનો આજે રાત્રે ઉદ્ઘાટન સમારંભઃ ઉમટી પડો

સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાનાર એલ.આઇ.સી. ઓફીસ સામે, ટાગોર રોડ ઉપર રઘુવંશી અગ્રણીઓની હાજરીમાં કાર્યાલય ધમધમતું થશેઃ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ કામગીરીમાં વ્યસ્ત

રાજકોટ, તા. ૪: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા પિતૃઓના આત્માની શાંતિ અર્થે ચૈત્રી નવરાત્રી તા. ૩૦ માર્ચ ર૦રપ થી પ એપ્રિલ ર૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે પોથીજીની નોંધણી પણ પુરજોશમાં થઇ રહી છે.

ભાગવત સપ્તાહ સંદર્ભે ખોલવામાં આવનાર ખાસ કાર્યાલયનો ઉદઘાટન સમારંભ આજરોજ તા. ૪-૩-ર૦રપ ના રોજ રાત્રે નવ કલાકે રાખવામાં આવ્યો છે. વિવિધ રઘુવંશી સંસ્થાઓના હોદેદારો, આગેવાનો, રઘુવંશી અગ્રણીઓ અને જ્ઞાતિજનોની હાજરીમાં આજરોજ કાર્યાલય ધમધમતું થશે. કાર્યાલયનું સ્થળઃ ડો. નિતિનભાઇ લાલનું પ્રિમાઇસીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ થી એસ્ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી. ઓફીસ સામે, ટાગોર રોડ, રાજકોટ રહેશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના કાર્યાલયના દબદબાભેર પ્રારંભ સંદર્ભે તમામ રઘુવંશીઓને ઉમટી પડવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ -ટીમ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(4:02 PM IST)