News of Tuesday, 4th March 2025
કાલે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના ધરણાઃ રાજકોટ પંચાયતના મંડળનો ટેકો

રાજકોટ તા. ૪ :.. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના સરકાર સામેના આંદોલનને રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે ટેકો જાહેર કર્યો છે.
જિલ્લા પંચાયત આરોગ્ય મંડળના પ્રમુખ અશોક જોષી જણાવે છે કે, ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ મ.પ.હે.વ., મ.પ.હે.સુ તથા ફી. હે.વ અને કી. હે. સુના પડતર પ્રશ્નો જેવા કે ટેકનિકલ કેડરમાં સમાવી ટેકનિકલ સવર્ગનાં પગાર ધોરણ સુધારા કરવા તથા મ.પ.હ.વ. અને ફો. હે.વ. સંવર્ગ માટે ખાતાકીયા પરીક્ષા રદ-મુકિત અંગે તા. પ-૩-ર૦રપ ના રોજ દિન-૧ ની સામુહિક પરચુરણ રજા મૂકી ગાંધીનગર ખાતે ધરણા કરવાનું નકકી કરવામાં આવેલ છે. તેને રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘ પૂર્ણ રીતે સમર્થન જાહેર કરે છે. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ રાજય કક્ષાની રજૂઆતમાં સામેલ છે.
(4:20 PM IST)










